Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં કોરોનાના મોતની વણઝાર : આજે એક જ દિવસમાં વધુ 7 ના અગ્નિસંસ્કાર કરાયા.

Share

રાજપીપલા સહીત નર્મદામા કોરોના મોતનો સિલસિલો છેલ્લા 42 દિવસથી એક ધારો ચાલી રહ્યો છે. મોતનું તાંડવ થમતું નથી ? રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા કોરોનામા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સતત વધતા જતા મોતના આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે. રાજપીપલા સ્માશન ગૃહના મોતના સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. નર્મદામા છેલ્લા 42 દિવસમાં કુલ 180 ના અગ્નિ સંસ્કાર કરાયા છે. આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિડમા દર્દીઓ દાખલ થાય છે જેમાં ઘણા સાજા પણ થાય છે પણ ઘણા દમ પણ તોડે છે.

નર્મદામા એપ્રિલમા 113 અને મે માસમાં 12 દિવસમા 52 ના રાજપીપલા સ્મશાન ગૃહમા અગ્નિસંસ્કાર કરાયા છે. અત્યાર સુધીમાં નર્મદામા 3445 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 40 ની એવરેજથી કેસોમા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય છે તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય કોવીડ હોસ્પીટલના અત્યાર સુધી માત્ર ખોટા આંકડા બોલે છે. આંકડા છુપાવતા આરોગ્ય તંત્રના ખોટા આંકડા સામે રાજપીપલા સ્મશાન ગૃહમા મૃતકોના આંકડા જે બોલી રહ્યા છે. તે બતાવે છે કે કોવીડ હોસ્પીટલમા દર્દીઓ દમ તોડી રહ્યા છે છતાં આરોગ્ય તંત્રના અધિકારીઓ ચૂપ કેમ છે ? દર્દીઓ સાજા થવા માટે તમારી હોસ્પીટલમા દાખલ થાય છે.પણ પછી મોતને કેમ ભેટે છે ? શું તેમને સમયસર સારવાર નથી મળતી? કે પછી યોગ્ય ટ્રીટમેન્ટ નથી મળતી ? શું સાધનોનો અભાવ છે ? રોજ વધતા મોતના આંકડા માટે જવાબદાર કોણ ? એ પ્રશ્ન હાલ લોકોમા ચર્ચાઈ રહ્યો છે. રાજકીય નેતાઓ પણ ચૂપ કેમ છે જે પણ કોઈ કોવીડની મુલાકાત લે છે તે સબ સલામતની વાતો કરે છે પણ દાખલ દર્દીઓને મોતના મુખમાંથી ઉગરવાના પ્રયત્નો કેમ થતા નથી ? તંત્ર મોત ના સાચા આંકડા કેમ છુપાવે છે? એ પ્રશ્ન હવે લોકોમા છડે ચોક ચર્ચાઈ રહ્યો છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

જિન્માસ્ટિક ટ્રેમ્પલીન વર્લ્ડકપમાં હેડ ઓફ ડેલિગેશન તરીકે રાજપીપળાના પ્રો.હિમાંશુ દવેની પસંદગી.

ProudOfGujarat

देश के पहले डिजिटल रियलिटी शो “द रीमिक्स” में डीजे न्यूक्लिया ने जमाया रंग!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!