નર્મદા ડેમમાં ૭,૮૭,૧૫૧ લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮,૧૭,૯૪૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફલો
રાજપીપલા,નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શુક્રવારના રોજ બપોરે ૨:૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૭.૬૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
તેની સાથોસાથ આજે બપોરે ૨:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. તદ્દઉપરાંત આજે તા. ૧૩ મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૭,૮૭,૧૫૧ લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮,૧૭,૯૪૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હોવાના અહેવાલ
Advertisement