રાજપીપલાના સેવાભાવી પત્રકાર લેખક દીપક જગતાપે આજે તેમનો 60 મો જન્મ દિવસ “સેવા દિવસ” તરીકે ઉજવ્યો હતો. આજે જયારે કોરોનાની મહામારીમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઘણા લોકો માનવતાના જરૂરિયાત મંદોને વિવિધ પ્રકાર સેવા મદદ પહોંચાડી રહ્યા છે, જેમાં રાજપીપલામા બર્ક ફાઉન્ડેશન દ્વારા કોરોના પોઝીટીવ હોમ કોરન્ટાઇન 125 થી વધુ દર્દીઓને રોજ સવાર સાંજ વિના મુલ્યે ટિફિન સેવા દ્વારા ભોજન પૂરું પાડી રહ્યા છે ત્યારે આ સેવાના યજ્ઞમા રાજપીપલાના જાણીતા વિજ્ઞાન લેખક અને પત્રકાર દીપક જગતાપનો આજે જન્મ દિવસ હોઈ તેમણે પોતાનો જન્મ દિવસ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. તેમણે જ્યોર્જ બર્ક અને મારિયાબેન બર્કને આજે ઘરે બોલાવી ભોજન સામગ્રીની કીટ આપી હતી,
જેમાં 25 કિલો ઘઉનો લોટ, 25 કિલો ચોખા, 5 કિલો તુવેરની દાળ, સીંગતેલ, 10 કિલો રીંગણાં, 10 કિલો બટાકા, ગ્લુકોઝના બિસ્કિટ, સૅનેટાઇઝર બોટલ, માસ્ક અને કોરોના હોમ કોરન્ટાઇન પરિવાર માટે સુપ્રત કર્યા હતા. એટલું જ નહીં રાજપીપલામા સ્મશાનમા અગ્નિસંસ્કારની સેવાની પ્રવૃત્તિ કરતા વૈષ્ણવ વણિક સમાજને રૂપિયા પાંચ હજાર (5000/-)નો ચેક દાનમાં આપ્યો હતો.
દીપક જગતાપના જણાવ્યા અનુસાર ખાસ અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે માટે અન્ય લોકો પણ કોરોના કાળમાં યથાશક્તિ મદદ કરે એ આજની તાતી જરૂરિયાત હોવાનું જણાવી પોતાનો 60 મો જન્મ દિવસ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા