Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કોરોનાનાં કેસોને નિયંત્રણમાં લાવવા નર્મદા જિલ્લાની ગ્રામ્ય કક્ષાની અને આંગણવાડીની બહેનોએ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી.

Share

રાજપીપળા : હાલ ચાલી રહેલી નોવેલ કોરોના વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોરની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સારવાર મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોવિડ-૧૯ ના ડોર ટુ ડોર સર્વેલન્સ દરમિયાન પ્લસ ઓક્સોમીટર. થર્મલ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉક્ત સર્વેલન્સ દરમિયાન શરદી-ખાંસી, તાવ, ઝાડાના દર્દીઓ મળી આવે તો તેવા દર્દીઓને સ્થળ પર જ દવાઓ આપવામાં આવી રહી છે તેની સાથોસાથ શંકાસ્પદ દર્દીઓ મળી આવે તો તેમને કોવિડ કેર સેન્ટર ખાતે પણ મોકલવામાં આવી રહ્યાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપ

Advertisement

Share

Related posts

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

ProudOfGujarat

મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી 7500 કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળી યુવતી..

ProudOfGujarat

ખેડા : વડતાલધામના સંગ્રહાલયમાં જસ્ટીશ ડી એન પટેલે શિલાપૂજન કર્યુ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!