રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા કોરોના કાળનો મોતનો પંજો ફરી વળ્યો છે સતત વધતા જતા મોતનો આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 40 દિવસથી મોતનો સિલસીલો બંધ નથી થયો. એક પણ દિવસ મોતના થયું હોય એવું બન્યું નથી. રાજપીપલા સ્માશન ગૃહના મોતના સત્તવાર આંકડા બોલી રહ્યા છે. નર્મદામા છેલ્લા 40 દિવસમાં કૂલ 166 ના અગ્નિ સંસ્કાર કરાયા છે. આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિડમા દર્દીઓ દાખલ થાય છે જેમાં ઘણા સાજા પણ થાય છે પણ ઘણા દમ પણ તોડે છે. નર્મદામા એપ્રિલમા 113 અને મે માસમાં દશ દિવસમા 42 ના રાજપીપલા સ્મશાન ગૃહમા અગ્નિસંસ્કાર કરાયા છે.
અત્યાર સુધીમાં નર્મદામા 3615 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 40ની એવરેજથી કેસોમા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય છે તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય કોવીડ હોસ્પીટલના અત્યાર સુધી માત્ર 3 ના જ આંકડા બોલે છે. આંકડા છુપાવતા આરોગ્ય તંત્રના ખોટા આંકડા સામે રાજપીપલા સ્મશાન ગૃહમા મૃતકોના આંકડા બોલી રહ્યા છે. અમારી લાશો પર તો રહેમ કરો. કમસે કેમ અમારી અંતિમ ઘડીમા અમારા સાચા આંકડા તો બતાવો.?!
જ્યોતિ જગતાપ, રાજપીપલા