ગાબડા પુરવા નંખાતા પત્થરો પર ડામર ના અભાવે વાહનો ના ટાયરોને નુકશાન ની દહેશત
કેવડીયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા બધા રસ્તાઓ માં મહત્વનો ગણાય એવો રાજપીપલા અંકલેશ્વર નો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવાયો છે.પરંતુ આ કામગીરી અધુરી રહેતા આ સુવિધા હાલ શોભાના ગાંઠીયા જેવી બનેલી દેખાય છે.તેમાંયે બની ગયેલા માર્ગ પર ઘણા સ્થળોએ ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓ પુરવા નંખાતા મેટલો પર ડામર રેડીને વ્યવસ્થિત બનાવવાની કામગીરી થતી નથી.આને લઇને છુટા પત્થરો દોડતા વાહનો ના કારણે ઉછળતા હોવાની સમસ્યા પણ દેખાય છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની શોભા અને મોભાને અનુરૂપ આ માર્ગ ને સુંદર બનાવવા તંત્ર એ તાકીદે આગળ આવવું જોઇએ એવી લાગણી જનતામાં દેખાઇ રહી છે.ઘણા સ્થળોએ નાળા પુલ ની કામગીરી અધુરી છે.રોડ પણ ઠેર ઠેર અધુરી કામગીરીને કારણે લાંબા સમયથી પ્રશ્નાર્થ સર્જી રહ્યો છે,ત્યારે આ મહત્વના ધોરીમાર્ગને તાકીદે અધ્યતન બનાવાય તે ઇચ્છનીય છે.છુટા પત્થરો ઉછળીને વાહન ચાલકોને ઇજા કરે અને ટાયરોને પણ નુકશાન કરે તેવી પણ ભીતિ રહેલી છે.
સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી
Advertisement