Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાં 52 કેસ નોંધાયા.

Share

નર્મદા જિલ્લામાં આજે કોરોનાની ચોથી વાર હાફ સેન્ચુરી પૂરી કરી છે. નર્મદામા આજે વધુ 52 કેસ નોંધાયા છે.જેમાં નાંદોદ તાલુકામા -11, ગરુડેશ્વર -15, તિલકવડામા -17, દેડિયાપાડા તાલુકમાં 02, સાગબારામા 08 અને રાજપીપલા 04 કેસ નોંધાયા છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 41 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 11 સહિત કુલ-52 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Advertisement

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 41 દર્દીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા 82 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 43 દર્દીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 146 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 68 દર્દીઓ સહિત કુલ-339 દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 476 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 876 સહિત કુલ-1352 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-78274 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં તાવનાકેસો મા આજે ઉછળો આવ્યો હતો જેમાં આજે એકજ દિવસ મા 607તાવ ના દર્દીઓ નોંધાયા હતા.

આ દર્દીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1004735 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9049375 લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ કામગીરીની સમીક્ષા અર્થે વાહન વ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજુની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ.

ProudOfGujarat

મહા વાવાઝોડાની ગુજરાતમાં મહાઅસર

ProudOfGujarat

રાજપીપળાના સંતોષ ચાર રસ્તા તરફ DJ વગાડતા 4 ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધી, 2 ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!