Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખોટા દસ્તાવેજ ઊભા કરનાર શિક્ષક મહેશ સુથાર સબ જેલના શરણે

Share

નવાધાંટા તા. નાંદોદના શિક્ષક મહેશ સુથાર છેલ્લાં કેટલાક સમયથી મહિલા તલાટી નધાતપોર સાથે ફરાર હતા. જેમની સુરત ઉધનાથી ધરપકડ થવા પામી છે અને રાજપીપળા સબજેલના હવાલે કરવામાં આવ્યા છે.
મહિલા તલાટી કિરણબેનને પટાવી ફોસલાવી પોતે પરણિત હોવા છતાં લગ્ન કરનાર મહેશ સુથારે ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી કિરણબેન સાથે બીજી વખત રજીસ્ટર મેરેજ કર્યું હતું. સદર હકીકત મહેશ સાથે ફરાર થયેલ કિરણને ધ્યાને વર્તમાનપત્ર દ્વારા દયાને આવતા પોલીસને બાતમી આપી સુરત ઉધના પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ બંનેને રાજપીપળા લવાયા હતા.
રાજપીપળા પોલીસે કિરણનું નિવેદન લેતા જણાવ્યુ હતું કે મહેશે મને અંધારમાં રાખી મારી જોડે લગ્ન કર્યું. તે એક પુત્રીનો પિતા છે. આ તમામ બાબત મારાથી છુપાવી હતી. કિરણના નિવેદનના આધારે પોલીસે મહેશ સુથારને કસ્ટડીમાં લઈ જીતનગર રાજપીપલના હવાલે કરેલ છે અને કિરણને એમના પિતાને સોપેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડી જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓ અનિયમિત પગાર અને પીએફના મુદ્દે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ : સતત વરસી રહેલ વરસાદનાં પગલે જંબુસર અને આમોદ તાલુકામાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

ઝઘડીયા આવેલી ગાંધી સંકલ્પ યાત્રા ના સ્વાગત અને વિદાયમાન ના કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!