રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી દેડીયાપાડા તાલુકાના જર ગામના નિશાળ ફળિયાના રહેવાસી સંદિપભાઇ જેઠાભાઇ વસાવાનો તા.૧૯/૦૨/૨૦૨૧ ના રોજ પાસા હેઠળ અટકાયતનો હુકમ કર્યો હતો જેને રાજ્યના ગૃહ વિભાગ તરફથી ગ્રાહય રખાયો હતો.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી પ્રિવેન્ટીવ ડિટેક્શન ઓર્ડરના અમલ માટે સતત પ્રયત્નો કરવા છતાં સંદિપભાઇ જેઠાભાઇ વસાવા છુપાતાં અથવા ભાગતાં ફરે છે, જેના કારણે ઉક્ત હુકમની બજવણી થઇ શકી નથી. જેથી નર્મદા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ એક્ટ-૧૯૮૫ ની કલમ-8 (2) (a) હેઠળ ભાગેડુ સંદિપભાઇ જેઠાભાઇ વસાવાને તા.૦૪/૦૫/૨૦૨૧ ના હુકમથી દિન-૩૦ માં ગુજરાત રાજ્યનાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ અથવા નજીકનાં પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું ફરમાન કરેલ છે.
ઉપરોક્ત સમય મર્યાદામાં હાજર થવામાં ચૂક થયેથી સંદિપભાઇ જેઠાભાઇ વસાવાની સામે કાયદાની જોગવાઇ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા