Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા એકલવ્ય સ્કુલમાં કોવિડ આઇસોલેશનનાં પોલીસ કોન્સ્ટેબલ પોતે તેના પરિવાર સાથે ભાગી જતા કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ.

Share

રાજપીપળા : ગોરા એકલવ્ય સ્કુલમાં કોવીડ આઇસોલેશનના પોલીસ કોન્સ્ટેબલ પોતે તેના પરિવાર સાથે ભાગી જતા કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગરૂડેશ્વર તાલુકાના ગોરા એકલવ્ય સ્કુલમાં આઇસોલેશનના પોલીસ કોન્સ્ટેબલ પરિવાર સાથે ત્યાંથી કોઈને કહ્યા વગર નાસી જઇ જાહેરનામા ભંગની ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ સામે કેવડીયા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી ડી. બી.બારડ નાયબ પોલીસ અધિક્ષક એસઆરપી કેવડીયા કોલોનીએ આરોપી પોકો તુષારભાઈ છગનભાઈ તડવી (રહે,કેવડીયા, એસઆરપી ગૃપ 18 ગરુડેશ્વર) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી પોકો તુષારભાઈ તા.26/4/20 ના રોજ એકલવ્ય સ્કૂલ ખાતે બીમારીનો ફેલાવો થયો તેઓ તરફથી થશે તેવી સંભાવનાની જાણ હોવા છતાં જિંદગીની જોખમકારક રોગોનો ચેપ ફેલાવવા સંભવ હોય તે રીતે પોતાના કાયદેસરની જવાબદારી અને ફરજમાં ચૂક કરી કોઈને કહ્યા વગર પોતાની પરિવાર સાથે ભાગી જઈ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ગોધરા શહેરમાં મૂસ્લિમ બિરાદરોએ મોહરમ પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં લગ્નની લાલચ આપી યુવાન અને તેના પરિવારજનો પાસેથી ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા

ProudOfGujarat

નવસારી ગણદેવી રોડ ઉપર ભેંસ વચ્ચે આવી જતા બાઇક સવાર યુવાન ની મોત,એક યુવાન ગંભીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!