Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લામાં છેલ્લા ૨૪ વર્ષમાં સોશિયલ તજજ્ઞ ડોકટર મળ્યા ન હોવાથી નર્મદા જિલ્લા બાર એસોસીએશનને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત ફરિયાદ કરી

Share

રાજપીપળા : નર્મદામાં કોરોનાના વધતા કેસો અને મોતને વધતી જતી સંખ્યા સૌથી ચિંતિત છે. છેલ્લા ૨૪ વર્ષમાં નર્મદાને પણ સોશિયલ તજજ્ઞ ડોકટર મળ્યા નથી નર્મદા જિલ્લા બાર એસોસીએશનને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને લેખિત ફરિયાદ કરી છે.

નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ વંદના ભટ્ટે જણાવ્યું છે કે નર્મદા જિલ્લા કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે રાજપીપળામાં આરોગ્ય સેવાઓ સહિત પાયાની સુવિધાઓ ઉભી કરવા નર્મદા જિલ્લા બાર એસોસિએશન હવે મેદાનમાં આવ્યું છે. નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ વંદના રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પત્ર દ્વારા રજુઆત કરી છે.’

Advertisement

પ્રમુખ વંદના ભટ્ટે રજૂઆતમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લો વિશ્વ ફલક પર છવાયો છે તે છતાં રાજપીપળા આરોગ્ય શિક્ષણ સહિત અન્ય પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયો છે. નર્મદા જિલ્લામાં પૂરતો ડોક્ટર અને દવાઓના અભાવે કોરોનાની સારવાર કરાવતા લોકોને વલખા મારવા પડે છે. પહેલા ૨૪ વર્ષમાં નર્મદા જિલ્લાને એક પણ સ્પેશ્યલ તજજ્ઞ ડોક્ટરો મળ્યો નથી. અન્ય જિલ્લાઓની સરખામણીએ નર્મદા જિલ્લા સાથે આવો ભેદભાવ કેમ ? નર્મદા જિલ્લામા કોરોનાની કપરી સ્થિતિમાં અપૂરતી સુવિધાઓને લીધે લોકો તડપી તડપીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે એ જોઈ અમારું હૃદય દ્રવી ઉઠ્યું છે અમારી હિંમત ખૂટી પડી છે. નર્મદા જિલ્લામાં પૂરતી સારવાર મળતી ન હોવાથી લોકો ટપોટપ મરી રહ્યા છે. કોરોના સંક્રમણની ચેન તોડવા કોરોના સારવાર માટે ઓક્સિજન સહિત અન્ય તબીબી સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી જે સાધનો ઉપલબ્ધ છે, એનો ઉપયોગ કરવા યોગ્ય ટેકનિશિયન અને જાણકાર તબીબ નથી.

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ એસઓજી- એલસીબીના કોમ્બિંગ દરમિયાન 500 થી વધુ કેસની નોંધણી

ProudOfGujarat

હરીપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે : અંત્યેષ્ટિમાં 8 વૃક્ષનાં લાકડાં વપરાશે

ProudOfGujarat

વિશ્વ સિંહ દિવસ – મુખ્યમંત્રીએ સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મનું લોન્ચિંગ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!