Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા સહીત નર્મદામાં કોરોના કાળમાં મોતનાં સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય.

Share

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કોરોના કાળમાં મોતના સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 35 દિવસથી મોતનો સિલસીલો ચાલુ છે. એક પણ દિવસ મોતના થયું હોય એવું બન્યું નથી. રાજપીપલા સ્માશન ગૃહના મોતના સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. નર્મદામા છેલ્લા 35 દિવસમાં કુલ 137ના અગ્નિ સંસ્કાર કરાયા છે આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થાય છે જેમાં ઘણા સાજા પણ થાય છે પણ ઘણા દમ પણ તોડે છે.

નર્મદામાં એપ્રિલમાં 113 અને મે માસમાં પાંચ દિવસમાં 23 ના મોત થયા બાદ રાજપીપલા સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર કરાયા છે. છેલ્લા 35 દિવસમા સૌથી વધુ રાજપીપલાના 27 મોત, ડેડીયાપાડામાં 26 ના મોત, સાગબારા 10, નાંદોદ 18, તિલકવાડા 08, સાગબારા 10, ગરુડેશ્વર 08 અને અન્ય ગામ જિલ્લાઓમાંથી નર્મદામાં આવ્યા હોય તેવા અન્ય 30 નો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં નર્મદામાં 3372 કોરોનાના કેસો થઈ ચુક્યા છે અને હવે રોજ હવે 50 ની એવરેજથી કેસોમાં વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જીલ્લો કોરોના મુક્ત બનવાનું નામ જ નથી લઈ રહ્યું ભરૂચમાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 40 પર પહોંચ્યો.

ProudOfGujarat

માંગરોળના ધારાસભ્ય ગણપતભાઇ વસાવાની ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરાઈ.

ProudOfGujarat

ભરૂચ હવે અનલોક તરફ : ઘણા સમય બાદ જિમ સેન્ટરો ખુલ્લા મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!