Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : 108 નાં ઈ.એમ.ટી દ્વારા એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ.

Share

તા.28/04/21 ના રોજ સાગબારા તાલુકાના ડાબકા ગામની સુનીતાબેન અર્જુનભાઈ કાથુંડીયાને પ્રસુતિની પીડા ઉપાડતા તેમણે 108 ઉપર કોલ કરતા ગંગાપુરથી ઈ એમ ટી પ્રિયંકા વસાવા અને પાયલોટ રસિક વસાવા એમ્બ્યુલન્સ લઈને થોડી જ ક્ષણોમાં ડબકા ગામે પહોચી ગયા હતા, ત્યાં જઈને દર્દીને વાઈટલ ચેક કરતા તેમનું બી.પી વધારે (160/100) આવતું હતું. તેમજ પગે પણ સોજા હતા. જે એક્લેમ્પસિયા જેવું ઈ એમ ટી ને લાગ્યું, ઈ એમ ટી પ્રિયાંકા બેને દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જઈ સી એચ સી સાગબારા ખાતે લઈ ગયા જ્યાં તેમને મેડિકલ ઓફિસર દ્વારા તપાસી જોખમી ડિલિવરી હોવાથી રાજપીપલા સિવિલ માટે રીફર કર્યા, ઈ એમ ટી અને પાયલોટએ દર્દીને ફરીથી એમ્બ્યુલન્સમાં લઈ સાગબારાથી રાજપીપલા જવા નીકળી ગયા હતા, સાગબારાથી ડેડીયાપાડાની વચ્ચે દર્દીને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડતા ઈ એમ ટી પ્રિયંકાબેને પાયલોટ રસિકભાઈને કહી એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઉભી રખાવી અને ડિલિવરી માટે કીટ તૈયાર કરી અને થોડી જ વારમાં એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી, ત્યારબાદ જોખમી ડિલિવરી હોવાથી ઈ એમ ટી પ્રિયંકાબેન સેન્ટરમાં બેઠેલા ફીઝીસિયન સાથે વાત કરી જરૂરી સારવાર આપી અને માતા અને બાળક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે.

108 ના સ્ટાફ દ્વારા કોરોનાની મહામારીમાં કોરોના સિવાયના આ મુજબના બીજા કોઈ કેસોમાં ઇન્ફેકશન ના ફેલાય તેનું પણ ખાસ ધ્યાન રખાય છે તેમજ 108 ના સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સને યોગ્ય રીતે સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જંબુસર તાલુકાના સારોદ ગામના સરપંચ નો ચાર્જ સાંભળતા સોફિયાબેન

ProudOfGujarat

અભિનેત્રી સેહનૂર એ ચોમાસાની ઋતુમાં સમનો આનંદ માણતાં સોશિયલ મીડિયા પર કેટલીક ઝલક શેર કરી.

ProudOfGujarat

અમદાવાદમાં AMTS બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!