Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

Share

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા ગંભીર ઈજા થવા પામી છે. જેમાં અકસ્માત કરી મોટર ચાલક ફરાર થઈ જતા પોલીસે ચાલક સામે ફરિયાદ કરી છે. જેમાં ફરિયાદી નગીનભાઈ ગોપાલભાઈ તડવી (રહે, મોટીરાવલ પટેલ ફળિયું) એ આરોપી મોટર સાયકલ હીરો પેશન જીજે 6 એફ આર 9051 ના ચાલક સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી મોટરસાયકલ નંબર જીજે 6 એફ આર 0951 ના ચાલકે ફરિયાદી નગીનભાઈ તથા સાહેદ અનિતાબેન તેમજ પ્રીતિકાબેન ચાલતાં-ચાલતાં ઢાળ ચઢી હાઈવે રોડ પર આવતા હતા, ત્યારે મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી નગીનભાઈને જમણા પગે અથાડી ફંગોળા દઈ નળાના ભાગે ફેકચર કરી તેમજ માથામાં તેમજ ડાબા ખભાના ભાગે તેમજ સાહેદ અનીતાબેન અને જમણા પગને પંજાની જમણી બાજુ કપાળના ભાગે તથા કાંડાની નીચેના ભાગે તેમજ પ્રતીકાબેનને જમણી બાજુ કપાળના ભાગે સાધારણ ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ચાલક મોટર સાયકલ સ્થળ પર મૂકી નાસી જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

કરજણ ડેમમાં ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફતે અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના પડાલ ગામે પશુપાલન શિબિર યોજાઇ.

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામના ચંદનવાડીમાં ITBP ની બસ નદીમાં પડી, 6 થી વધુ જવાનો શહીદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!