ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને પશુ સંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે આજે નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેકટરાલય ખાતે વૈશ્વિક કોરોના મહામારીની જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતને અનુલક્ષીને જિલ્લા વહિવટીતંત્ર – આરોગ્યતંત્ર સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી અને જરૂરી આંકડાકીય વિગતોથી વાકેફ થઇ જિલ્લા પ્રસાશનને તે અંગે ખાબડે ટીમ નર્મદાને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે વધુમાં જણાવ્યું હતું કે,આ કામગીરી માટે જિલ્લાની ૬૮૭ જેટલી ટીમોનું આયોજન કર્યુ છે. તેમની સાથે અમારા સંગઠનના લોકો, ચૂંટાયેલા લોકો બધા સાથે મળીને એક એક ઘર સુધી પાંચેય તાલુકાઓમાં અને શહરેની અંદર પ્રવાસ કરીને તા. ૧ લી મે થી લઇને તા.૧૫ મી મે સુધી આ અભિયાનને પાર પાડવા માટે મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અનુસાર વહીવટીતંત્રના અધિકારીઓ એ પણ તેના માટે ખૂબ પહેલ કરી છે. અને તેના માટે આ જિલ્લાના અધિકારીઓને પણ અભિનંદન પાઠવું છે કે આ જિલ્લાની અંદર ઓકસિજનની પૂરતી વ્યવસ્થા છે.તેના માટે પ્રભારી સચિવએ પણ તેની ચિંતા કરી છે. જે એક હજાર ગેસના બોટલ માંગ્યા હતા તે પૈકીના આજે ૩૦૦ આવી ગયા છે. રેમડેસિવર ઇન્જેકશનો, દવાઓ, બેડની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથોસાથ આ જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઓકસીજન માટેનું પણ સેન્ટર એકાદ મહિનાની અંદર એચપીસીએલ કંપની શરૂ કરી રહી છે. નાના-મોટા લાઇટના પ્રશ્નો હતા તેને પણ અંડરગ્રાઉન્ડ લાઇન કરી રહયાં છે અને તેના માટે રાજય સરકારે ૯૬ લાખ રૂપિયા મંજૂર કર્યા છે.
જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદરે જિલ્લામાં પ્રારંભિક કાળમાં જિલ્લાની રાજપીપલા ખાતેની કોવીડ હોસ્પિટલ, ઓકસિજન સિલીન્ડર, કોવિડ કેર સેન્ટરની બેડ સુવિધાની ઉપલબ્ધિ અને ત્યારબાદ જરૂરીયાત મુજબ તેની ક્ષમતામાં વધારો કરવા આરટીપીસીઆર લેબની સ્થાપના તેમજ રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે ઓકસિજન પ્લાન્ટ કાર્યરત કરવાની મંજુરી વગેરે માટે હાથ ધરાયેલી કાર્યયોજના અને તેના અમલીકરણ થકી હાલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ મંત્રી સાથેની પરામર્શમાં જાણકારી આપી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા