રાજપીપળા ટાઉનમાં કોરોના કાળમાં ભેગા થઈ કોરોના સંક્રમણ વધારે તે રીતે ટેકરા ફળિયામાં જુગાર રમતા પોલીસે રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રોકડ રકમ તથા મુદામાલ કી. રૂ.78120/- સાથે પાંચ જુગારીઓને એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડયા છે.
જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના સુપરવિઝન હેઠળ જિલ્લામાં રોહિત જુગારની ગેરકાયદેસર બદી નાબૂદ કરવા વોચ તેમજ બાતમી મેળવવાની સૂચના અનુસંધાને અહેકો કિરણભાઈ રતિલાલ, રાકેશભાઈ કેદારનાથને સંયુક્ત બાતમી મળે રાજપીપળા ટાઉન વિસ્તારના ટેકરા ફળિયા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે કેટલાક ઇસમો જુગારના પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલ છે તેથી બાતમીવાળી જગ્યા ઉપર એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેડ કરતાં પાંચ ઈસમો નામે અંકિતભાઈ ભરતભાઈ વસાવા, રોનકભાઇ મહેન્દ્રભાઈ વસાવા, ઉમંગભાઈ નગીનભાઈ વસાવા, પંકજભાઈ પ્રવીણભાઈ વસાવા, કમલેશભાઇ ભરતભાઈ વસાવા તમામ (રહે, ટેકરા ફળિયા,રાજપીપળા) ઝડપી પાડેલ. અને પકડાયેલ આરોપીઓ પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ પરના તથા અંગજડતીના મળી રોકડા રૂ. 12620 /-, મોબાઇલ નંગ.4 કિં. રૂ. 10500/-, તથા મોટર સાયકલ કિ. રૂ. 55000/- મળી કુલ કિં.રૂ. 78120/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. તેમના વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા