Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં લગ્ન પ્રસંગનાં ગાઈડલાઈનની ઐસી કી તૈસી.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ લગ્નની મોસમ પૂર: બહારમાં ખીલી ઉઠી છે. હાલ કોરોનામાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં લગ્નમાં 50 થી વધુ લોકોને ભેગા કરી કોરોના સંક્રમણ કરનારા બેદરકાર આયોજકો સામે નર્મદા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દેડીયાપાડા તાલુકાના પાંચઉંમર ગામે લગ્ન પ્રસંગમાં 100 થી વધુ માણસો તથા નાંદોદ તાલુકાના રૂંઢ ગામે 75 થી 80 માણસો તેમજ સાગબારા તાલુકાના કનખાડી ગામે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા થતા જાહેરનામા ભંગની ત્રણ ફરિયાદ કરી છે.

જેમાં પ્રથમ ફરિયાદમાં દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી એમ.આઈ.શેખ દેડીયાપાડાએ આરોપી મૂળજીભાઈ બીજીયાભાઈ વસાવા, ફતેસિંગભાઈ બીજીયાભાઈ વસાવા બંને (રહે,પાચઉંમર) તથા રોયલ સ્ટાર બેન્ડના માલિક /સંચાલક સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી મૂળજીભાઈ નાસી જનાર તથા ફતેસિંગભાઈ બીજીયાભાઈનાઓએ પોતાના પુત્ર/ ભત્રીજાના લગ્નમાં 100 થી વધુ માણસો ભેગા કરી તથા રોયલ સ્ટાર બેન્ડના માલિક / સંચાલક લગ્નમાં બેન્ડ વગાડી ટોળું ભેગું કરવામાં આયોજકોને મદદ કરી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી જાહેરનામાનો ભંગ કરી ઈપીકો કલમ 188, 269,270 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51(બી)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બીજી ફરિયાદ ફરિયાદી કે.એલ ગળચર પોસઇ સાગબારાએ આરોપી શંભુદાસ બંસીભાઈ તડવી, મહેન્દ્રભાઈ વેચતાભાઈ તડવી બંને (રહે,કનખાડી) સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી શંભુદાસભાઈ નાઓએ પોતાના છોકરાના લગ્ન તથા મહેન્દ્રભાઈ વેચતાભાઈ તડવી (રહે, કનખાડી) ના માસ્ક વગર તથા સામાજિક અંતર નહીં જાળવી તથા 50 થી વધુ માણસો ભેગા કરી કોરોના વાયરસ ફેલાય તેવું તથા લગ્ન મંજૂરી વગર લગ્નમંડપમાં બે મોટા સ્પીકર એમ્પ્લીફાયર સાથે જોડાણ કરી ગીતો વગાડી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજી ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ પી.એમ.પરમાર રાજપીપળાએ હર્ષદભાઈ ભગાભાઈ વસાવા (રહે, રૂંઢ ) તથા શ્રી ગણેશ બેન્ડ પાર્ટી નરખડીના માલિક સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી હર્ષદભાઈના પોતાના પુત્રના લગ્નમાં પંચોતેરથી એસી જેટલા માણસો ભેગા કરી તથા શ્રી ગણેશ બેન્ડ નરખડીના માલિકે બેન્ડ વગાડી ટોળું ભેગું કરવામાં આયોજકને મદદ કરી સોસીયલ ડિસ્ટન્સનો ભંગ કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

વડોદરા : કરજણના ચોરંદા ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ.

ProudOfGujarat

ભરૂચ : મઢુલી સર્કલ પાસેથી થયેલ બાઇક ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક વ્યક્તિને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!