Proud of Gujarat
GujaratFeaturedINDIA

તિલકવાડા તાલુકાનાં નાનાવોરા ગામે 24 વર્ષનાં યુવાનની આત્મહત્યા.

Share

રાજપીપળા : તિલકવાડા તાલુકાના નાનાવોરા ગામે 24 વર્ષના યુવાને આત્મહત્યા કરી છે. આ યુવાન પ્રેમસંબંધ હોય તથા છોકરીની ઉંમર નાની હોય હમણાં લગ્ન કરવાની આપવાની ના પાડતા જેવી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગત મુજબ આ કામે માહિતી આપનાર કંચનભાઈ શનાભાઇ તડવી (રહે, નાનાવોરા) મરણજનાર વિષ્ણુભાઈ કંચનભાઈ તડવી (ઉં વ. 24, નાનાવોરા ગામનાં) ને પોતાના ગામની યુવતી સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હોય અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હોય યુવતીની ઉંમર અઢાર વર્ષથી નાની હોય જેથી તેના પિતાએ લગ્ન કરી આપવાની ના પાડતા વિષ્ણુભાઈને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી તેનું સારવાર દરમિયાન મોત થતાં તિલકવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અંકલેશ્વર : ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા અરબ ફેશન વીકમાં બે વખત દોડનારી પ્રથમ ભારતીય શોસ્ટોપર બની.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!