Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં લગ્ન પ્રસંગના ગાઈડલાઈનની ઐસી કી તૈસી : નાંદોદ અને તિલકવાડા તાલુકામાં ૫૦ થી વધુ લોકો ભેગા કરી કોરોના સંક્રમણ વધારતા બે પોલીસ ફરિયાદ.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, મરણના આંકડા પણ વધી રહ્યા છે છતાં કેટલાક લોકો સરકારની કોવિડની ગાડઈલાઈનનુ પાલન કરતા નથી જેને કારણે લોકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.આવા બેદરકાર લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. નર્મદામાં લગ્ન પ્રસંગની ગાઇડલાઇનની ઐસી કી તૈસી નાંદોદ અને તિલકવાડા તાલુકામાં ૫૦ થી વધુ લોકોને ભેગા કરી કોરોના સંક્રમણ વધારતા બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં તાજેતરમાં નાંદોદ તાલુકાના જેસપોર ગામે લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ માણસો ભેગા થતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાય છે.

જેમાં ફરિયાદી એએસઆઇ દેવેન્દ્રસિંહ રામસિંહ રાજપીપળા પોલીસે આરોપી રમેશભાઈ બાલાભાઈ બારીયા (રહે, જેસલપુર, ઘોડ ફળિયું ) સામે ફરિયાદ કરી છે.

Advertisement

ફરિયાદની વિગત મુજબ લગ્નમાં ૫૦ થી વધુ લોકો ભેગા નહીં કરવાનો નિયમ હોવા છતાં સરકારની ગાઇડલાઇનની ઐસી કી તૈસી કરી આરોપી રમેશભાઈ પોતાના પુત્રના લગ્નમાં પંચોતેરથી વધુ (૭૫ થી ૮૦ )જેટલા માણસો ભેગા કરીને જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરિયાદમાં તિલકવાડા તાલુકાના મોવિયા ગામે લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધુ માણસો ભેગા કરી જાહેરનામા ભંગની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદી એમ.બી વસાવા પોસઇ તિલકવાડા પોલીસે આરોપી ઘનશ્યામભાઈ પ્રભાતભાઈ બારીયા ( રહે મોરીયા) સામે ફરિયાદ કરી છે. જેમાં આરોપી ઘનશ્યામભાઈ તા. 1/5/ 21ના રોજ મોરીયા ગામે લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધુ તેમજ લગ્નની નોંધણી ન કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી મા આવેલ મુદ્રા ડેનિમ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા કર્મચારીને ત્રણ મહિનાથી પગાર ન ચુકવતા કામદારોએ હડતાલની ચીમકી ઉચ્ચારી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલાટીઓના પડતર પ્રશ્નો બાબતે ઝઘડિયાના સરપંચોએ આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!