Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનું સંક્રમણ અટકાવવા તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગ યોજાઈ.

Share

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તા.૧ લી મે થી તા.૧૫ મી મે, ૨૦૨૧ દરમિયાન સમગ્ર ગુજરાતમાં “મારૂં ગામ કોરોના મુક્ત ગામ“ ના રાજ્યવ્યાપી ચાલી રહેલા અભિયાન અંતર્ગત આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગ યોજી હતી, જેમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પોતાનાં તાલુકામાં જ વહેલી તકે સારવાર મળી રહે તે માટે કોવીડ કેર સેન્ટરોમાં સમયસર રિફર કરવા, વહેલી તકે એન્ટીજન રેપીડ ટેસ્ટ/ RTPCR ટેસ્ટ કરાવવાથી જો કોઈને કંઈ લક્ષણો જણાય તો વહેલી તકે નિદાન અને સારવાર કરી શકાય. ઉપરાંત કોરોના વિરોધી રસી લેવાની સાથોસાથ કોવિડ- ૧૯ વેક્શીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાંની કાળજી રાખવા તેમણે જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં હનુમાન જયંતિ નિમિત્તે રોકડિયા હનુમાન તેમજ પંચમુખી હનુમાનજીના મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશનમાં 400 ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી આવેલ મજુરો અટવાયા.

ProudOfGujarat

પ્રોહિબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કવાંટ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!