Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરનાં લાકડા ભરેલ બોલેરો પિકઅપ ઝડપાઇ.

Share

નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલો જંગલ ચોરીની બોલેરો પિકઅપ ગાડી પકડી પાડી ગોરા રેન્જના વન વિભાગે
રૂ. 85,000 ના 80 નંગ ખેરના લાકડા અને બોલેરો પિકઅપ સાથે રૂ. 2,35,000 નો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળમાં સમાવિષ્ટ કેવડિયા વન વિભાગ હસ્તકનાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયાને મોડી રાત્રે બાતમી મળેલ તે આધારે લાછરસ ગામે પ્રજા અને સ્ટાફ સાથે રેઇડ કરી હતી. જેમાં અણીજરાનાં 2 વ્યક્તિઓને 80 નંગ ખેરના લાકડા અને બોલેરો પિકઅપ સાથે રૂ. 2,35,000 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

Sou હસ્તકનાં કેવડિયા ફોરેસ્ટ ડીવીઝનનાં નાયબ વન સંરક્ષક પ્રતીક પંડયાનાં માર્ગદર્શનમાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયા વન ચોરી અટકાવવા સઘન પ્રયાસ અંગે જણાવ્યું હતું કે ગઈકાલે અંગત બાતમીદાર પાસેથી મળેલ બાતમી અનુસાર તેઓએ અણીજરા ગામનાં ભગવાનદાસ શંકર વસાવા અને દશરથ ભગવાન વસાવા ખેરનાં લાકડા ભરીને માંગરોળ ગામેથી સંખેડા મુકામે બોલેરો પિકઅપમાં ભરીને લઈ જતા હતા, જે પ્રમાણે સ્ટાફનાં વલ્લભભાઈ તડવી, પૃથ્વીરાજસિંહ ગોહિલ,મનોજ વસાવા, પરીમલસિંહ રણા ,અશોકસિંહ ગોહિલની ટીમે લાછરસ ગામેથી સ્થાનિક પ્રજાનાં સાથસહકારથી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. તપાસ હાથ ધરતા આરોપીઓએ વન વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરીને બોલેરો પિકઅપમાં ઘાસ વચ્ચે ખેરનાં લાકડા છુપાવીને લઈ જતા હતા, આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડીનો પણ ગોરા રેન્જે પર્દાફાશ કર્યો હતો.

Advertisement

આરોપીઓ પાસેથી ૮૦ નંગ ખેરનાં લાકડા જેની કિંમત રૂ. ૮૫,૦૦૦ અને બોલેરો પિકઅપ જેની કિંમત રૂ. ૨,૩૫,૦૦૦ સહિત કુલ ૧.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ખેર એ અનામત પ્રકારનું વૃક્ષ છે, વનવિભાગની પૂર્વ મંજૂરી વિના કાપી કે વહન કરી શકાય નહીં, જેથી ઉપરોક્ત આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી હોય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૩૦,૩૧ ગેરકાયદેસર અનામત વૃક્ષ છેદન ધારા અને 41.1(B) મુજબ વિના પરવાનગીએ ખેરનાં લાકડા વાહતુક કરીને ગુનો આચરતા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

લાકડાચોરો પર વનવિભાગ તરફથી થતી કડક કાર્યવાહી થતી હોવાનાં કારણે લાકડાચોરી માટે અલગ અલગ નુસખા અજમાવતા હોય છે પરંતુ બાતમીદારોના વિશાળ નેટવર્ક અને સ્થાનિક પ્રજા સાથે પ્રતિદિનનાં સંકલનથી સતત વનચોરી અટકાવવા માટે જાગૃતિ લાવવાનાં સતત પ્રયત્ન અને સતત પેટ્રોલિંગથી વન ચોરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાંથી ચોરીની મોટર સાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના નાની ઇન્દોર ગામે સગીરાને ભગાડી જનાર યુવકને સિસવા ગામેથી ઝડપી લેવાયો.

ProudOfGujarat

બગોદરા-ધોળકા રોડ પર તુફાન ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : 3 ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!