Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મુલાકાત લીધી.

Share

આજે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા રાજપીપળાની મુલાકાતે આવ્યા હતા તેઓએ સૌ પ્રથમ રાજપીપળામાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકની મુલાકાત લીધી હતી અને ભાજપના યુવા કાર્યકરોને રકતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

યુવા નગરપાલિકા કોર્પોરેટર ગિરિરાજ ખેર સાથે અન્ય યુવાનોએ અહી રકતદાન કર્યું હતું. બીજેપી જીલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નિલભાઈ રાવ, અજિતભાઈ પરીખ, રાજેન્દ્રભાઇ પટેલ તથા રેડ ક્રોસ રાજપીપળાના વાઇસ ચેરમેન ડૉ.દર્શનાબેન દેશમુખ તથા સભ્ય જયેશભાઇ દોશીએ પ્રદીપસિંહને આવકાર્યા હતા.

ત્યારબાદ તેઓએ કૉવિડ હોસ્પિટલ રાજપીપળાની મુલાકાત લીધી હતી અને ડૉક્ટર તથા સ્ટાફ સાથે મુલાકાત કરી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી અને તેમના સગાને કોઈ જાતની તકલીફ નથી પડતી તે અંગે જાણકારી મેળવી લોકોની મુલાકાત લીધી હતી અને આશ્વાશન આપ્યું હતું કે કઈ પણ તકલીફ હોય તો તરત બીજેપી કાર્યકર્તાઓનો સંપર્ક કરે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરશે, તેઓએ દર્દીને ઓક્સીજન કે દવાની તકલીફ નથી પડતી તેની પણ જાણકારી તંત્ર પાસેથી લીધી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા ગુવાહાટીના કામાખ્યા મંદિરે પહોંચી, પૂજા કરી અને માતાના આશીર્વાદ લીધા

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ગોધરા લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો કર્મી ૧૫૦૦૦ની લાંચલેતા એ સી બી નાં રંગે હાથે ઝડપાયો,એક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!