રાજપીપલા : હજી તો તંત્રએ શાળાઓમાં કોરોના કેર સેન્ટર શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કેર સેન્ટરમાં કોરોના દર્દીઓ કેવા બેરોકટોક બહાર ફરે છે તેનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગરુડેશ્વરના એકલવ્ય મોડલ સ્કૂલની અંદર કોરોના કેર સેન્ટરના કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર રખડતા લોકો માંભારે ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહતી અનુસાર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલા ગોરા ગામ પાસે એકલવ્ય મોડલ સ્કૂલની અંદર કોરોના કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યા છે કે જેઓની અંદર કોઈ ખાસ વધારે કોઈ વધારે તકલીફો નથી પરંતુ આ દર્દીઓ જે છે એ કોરોના કેર સેન્ટરમાંથી બહાર નીકળીને ગોરા ગામમાં પાન પડીકી લેવા માટે આવ્યા હોવાની લોકોનું ગામ લોકોનું કહેવું છે કોરોનાં પોઝીટીવ લોકો બહાર નીકળીને ફરે છે તેઓના કારણે કોરોનાનું સંક્રમણ ખૂબ વધી શકે એવી શક્યતા છે.
હાલ નર્મદામાં કોરોના કેસો જે રીતે વધી રહ્યા છે તે માટે આવા કિસ્સાઓ વધારે જવાબદાર છે. બીજી તરફ રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં સસ્તો અને 687 જેટલી પ્રાથમિક શાળાઓમાં કોરોના કેર સેન્ટર બનાવવામાં આવનાર છે જેની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે કોરોનાં કેર સેન્ટરોમાં રહેનારા કે જેઓમાં કોરોનાં પોઝીટીવના સામન્ય લક્ષણો છે જેઓ ખુલ્લા આમ ફરશે તો તેને રોકનારા કોણ હશે અને આવા લોકો ખુલ્લામાં ફરશે પાન બીડી ગલ્લે અથવા તો ચા નાસ્તાની દુકાને તો સંક્રમણ વધુ વધવાની શક્યતાઓ રહેલી છે ત્યારે કોરોના કેર સેન્ટરમાં રહેનારા બહાર રખડે નહિ તે માટે પોલીસ અથવા તો બીજી એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોરોના કેર સેન્ટરમાંથી કોઈ બહાર ફરવા નીકળી ન પડે. ત્યારે પોલીસ તંત્ર આવા લોકોને બહાર નીકળતા અટકાવે તેની માંગ ઉઠી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા