(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):કોંગ્રેસની યુવા પાંખ ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં એક યુવા ક્રાંતિ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે.26મી નવેમ્બરે દક્ષિણ ભારતમાં કન્યાકુમારીથી શરૂ થયેલ આ યાત્રા 30 મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે.તારીખ 12મી ડિસેમ્બરે આ યાત્રા સોનગઢ(વ્યારા) અને માંડવીથી નેત્રંગ થઈ સાંજે 5:00 વાગ્યે રાજપીપળા આવનાર છે.જેમાં નર્મદા જિલ્લાના યુથ કાર્યકરો યાત્રા સાથે મશાલ રેલી સ્વરુપે કાળા ઘોળા સર્કલ વિજયચોક સુધી જોડાસે બાદ યાત્રા વડોદરા જવા રવાના થશે.તો આ યાત્રા સબંધે રાજપીપળામાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી પ્રફુલ્લ પટેલ,નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ સહિત અન્ય કાર્યકરોની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી.
આ યાત્રાનો ઉદ્દેશ્ય બાબતે ગુલાબસિહ રાજપુતે જણાવ્યું હતું કે આ યાત્રા દેશના બંધારણની સુરક્ષા કરવા માટે કાઢવામાં આવી છે.આ યાત્રા દ્વારા લોકોને બંધારણીય સંસ્થાઓ પર હુમલા વિશે કહેવામાં આવશે.ઉપરાંત વર્તમાન સરકારના રાજમાં બેરોજગારી,ઉચ્ચ શિક્ષણમાં તકોનો અભાવ અને યુવાઓમાં ફેલાતા અસંતોષ વિશે સભાન કરવામાં આવશે.
નર્મદામાં અગામી 12 જન્યુઆરીએ આવનાર યુવા ક્રાંતિ યાત્રા સંદર્ભે રાજપીપળામાં યુથ કોંગ્રેસની મિટિંગ
Advertisement