– મૃતકોના પરિવારો ઉભરાતું હોસ્પિટલ અને સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર માટે લગાતી લાઈનો.
– મોતના આંકડા છુપાવતા આરોગ્ય તંત્ર એ માત્ર ત્રણના મોત બતાવીને મૌન ધારણ કરી દીધું!
– સમશાન ગૃહના સત્તાવાર આંકડા શું કહે છે ?
– 27 એપ્રિલે રાજપીપળા સ્મશાનગૃહમાં 14 ના અંતિમ સંસ્કાર થયા, 28 મીએ 06 ના અને આજે 29 મીએ આજે ગુરૂવારે 2 ના અંતિમ સંસ્કાર કરતા માત્ર 4 દિવસમાં 22 ના અંતિમ સંસ્કાર કરાયા છે
– આ માસમાં 21 એપ્રિલથી આજદીન 29 એપ્રિલ સુધીમાં 28 દિવસમાં કુલ 111 ના અંતિમ સંસ્કાર કરાયા.
– આ સમય સબસલામતના બણગા ફૂંકવાનો નથી પણ સરકાર , તંત્ર અને પ્રજાના સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.
રાજપીપળા : રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં રોજ દાખલ થતા કોરોના પોઝીટીવ કેસો સામે મરણનો વધતો જતો આંક અને કોવિડ હોસ્પિટલમા મોતને ભેટેલા મૃતક પરિવારના કલ્પાંતના દ્રશ્યો, મોતનો ગમ,પરિવારના સદસ્ય ગુમાવ્યાનો રંજ, ઓક્સિજન બેડ અને ઓક્સિજન સિલિન્ડર માટે દરબદર ભટકતા દર્દીના પરિવારજનોની કફોડી સ્થિતિ અને પછી શરૂ થાય તે મૃતક દર્દીને સ્મશાન ગૃહ શુધી લઈ જવાની ભૂતાવળ. સ્મશાનમા પણ લાઈનો મૃતકોના પરિજનોથી ઉભરાતુ હોસ્પિટલ અને સ્માશાન ગૃહમા લઈ જવા માટે શબવાહિની અને ન મળે તો ખાનગી વાહનો માટે ની હડિયાદોડમા પરિજનના આંસુ લૂછનાર કોઈ નથી !
મોતના આંકડા છુપાવતા આરોગ્ય તંત્રએ માત્ર ત્રણના મોત બતાવીને મૌન ધારણ કરેલ આરોગ્ય તંત્રને કોણ જણાવશે કે તમારી જ કોવિડ હોસ્પિટલમાં દર્દી મોતને ભેટે છે. અહીંથી જ મૃતદેહ સ્માશન ગૃહમાં પહોંચે છે અહીં સ્મશાન ગૃહમા રોજના સતત્તવાર આંકડા અમને મળી રહ્યા છે. વૈષ્ણવ વણિક સમાજના યુવાનો રોજ જાતે મૃતકોના અગ્નિ સંસ્કાર કરી રહ્યા છે તેઓ શું ભૂતોને અગ્નિદાહ આપી રહ્યા છે. નજર સામે રોજ મરે છે અને આરોગ્ય તંત્ર મોતના આંકડા છુપાવેતે અત્યંત શરમજનક વાત છે.
અમને મળેલા સ્મશાન ગૃહના સત્તવાર આંકડા જોઈએ તો 27 એપ્રિલે 14 ના રાજપીપલા સ્મશાન ગૃહમા અંતિમ સંસ્કાર થયા હતા, 28 મીએ 06 ના, અને આજે 2 9મીએ આ લખાય છે સવારે 10 વાગ્યા સુધીમા આજે 2 ના અંતિમ સંસ્કાર કરતા માત્ર 4 દિવસમા 22 ના અંતિમ સંસ્કાર કરાયા છે. અને આ માસમા 21 એપ્રિલથી આજદિન 29 એપ્રિલ સુધીમાં 28 દિવસમાં કુલ 111 ના અંતિમ સંસ્કાર કરાયા છે. તો શું આ આંકડા સામે આરોગ્ય તંત્ર માત્ર ત્રણના સત્તવાર મોતના આંકડા બતાવે એ કેટલી બેહૂદી વાત કહેવાય ? તંત્ર માટે આ ખેદજનક અને નિંદનીય બાબત જરૂર કહેવાય.
બીજી બાજુ હાલમાં જ નર્મદા કલેકટરે જાતે પીપીઈ કીટ પહેરીને કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી અને દર્દીઓના ખબર અંતર પૂછ્યા એ સારી અને સરાહનીય વાત છે. પણ શું કલેકટર મોતના આંકડાથી અજાણ છે. ? શું સાચા આંકડા કલેકટર નથી જાણતા કે પછી આરોગ્ય તંત્ર કલેકટરને અંધારામા રાખે છે ? મીડિયામા રોજ આવતા આંકડા પછી કલેકટરે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવી જોઈએ અને મોતનો આંકડો ઘટે અથવા મોત જ ના થાય એવા પ્રયત્નો કલેકટર સાહેબ કરશે ખરા ? સાહેબ તમે જિલ્લાના વડા છો ત્યારે નર્મદામા કોરોના મૃત્યુ દર ઘટે એ માટે સર્વે સર્વા પ્રયત્નો થાય તો જ મોટી સેવા થઈ ગણાશે. આ સમય સબ સલામતના બણગા ફૂંકવાનો નથી પણ સરકાર, તંત્ર અને પ્રજાના સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા