Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર.

Share

રાજપીપલા : નર્મદામા કોરોના કેસો સતત વધી રહ્યા છે. 100 થી વધુના મોત પણ થયા છે. ત્યારે લોકોમા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ખાસ કરીને કેટલાક એવા પરિવારો છે. જેમાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો છે. આવા પરિવારોમા મોટાં ભાગના હોમ કોરન્ટાઈન થયા છે. ત્યારે તેમના માટે બે ટાઈમ જમવાનું બનાવવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. કોરોના સંક્ર્મણના ડરને કારણે પાડોશીઓ કે સગા સંબંધીઓ પણ ભોજન કે ટિફિન પહોંચાડી શકતા નથી. આવા કપરા સમયે રાજપીપલાની સેવાભાવી સંસ્થા બર્ક ફાઉન્ડેશનનો સેવાભાવી પરિવાર મદદે આવ્યો છે. છેલ્લા બે ત્રણ મહિનાથી 49 પરિવારજનોને પુરી પાડતી સેવાનો આંકડો હવે 125 ઉપર પહોંચી ગયો છે.

રાજપીપલામાં કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પુરા પરિવારને સવાર અને સાંજનું વિનામુલ્યે જમવાનું બકૅ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. રોજ કોવીડના પરિવારના રોજ ફોન આવે છે. અમારે ત્યાં પણ જમવાનું આપો. અમે તે જ મિનિટે તેમને પૂછીએ છીએ કે તમારું એડ્રેસ આપો. અમે જમવાનું ઘરે આવીને આપી જઈશું. દરરોજ તાજું અને પૌષ્ટિક ગરમ બનાવેલા દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર, સાથેનો પૌષ્ટિક આહાર આપીએ છીએ. તેઓની જલ્દીથી રિકવરી આવી જાય એ માટે રોજ સવાર સાંજનું મેનુ અલગ અલગ હોય છે. તાજુ ગરમાગરમ જમવાનું પહોંચાડવામાં આવે છે અને સાથે કોઈને બીજી ફળ, બિસ્કીટ, દૂધ,દવા વગેરેની જરૂર હોય તો અમે તે પણ તાત્કાલિક પહોચતું કરીએ છીએ. અમારો ફોન ચોવીસ કલાક ચાલુ હોય છે. સાંભળીને નવાઈ લાગશે કે બર્ક પરિવારના જ્યોર્જ બર્કે જણાવ્યું હતું કે બપોરે અને સાંજે 125 પરિવારના જમ્યા પછી જ અમે જમીએ છીએ એમની જમ્યા પછી જમવાનો આનંદ કંઈક વિશેષ હોય છે. અમારું માનવું છે આ સમય છે લોકોની મદદ કરવાનો. કોરોના કપરા કાળમાં કોઈ એક બીજાનું મોઢું પણ જોતા નથી. એવા સંજોગોમા એમને અમારી ભોજન સેવા પુરી પાડ્યાનો વિશેષ આનંદ છે. કોરોના દર્દીઓની સેવા કરવાનો આના કરતા ઉત્તમ સમય મને બીજો કોઈ નથી લાગતો. કપરા સમયમાં મદદરૂપ કેવી રીતે થવું એ આ બર્ક પરિવાર પાસેથી શીખવા જેવું છે. અન્ય લોકો અને સંસ્થાઓ માટે બર્ક પરિવારની સેવા કોરોના અને જરૂરિયાતમંદો માટે પ્રેરણારૂપ જરૂર બન્યા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ મથકે 13 વર્ષનાં વિરામબાદ આજરોજ આર.ટી.ઓ. કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની જે.પી કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા….

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ના કંપની પ્લોટમાં ગાડીઓ ઉભી રાખી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!