ગુજરાતી સંસ્કૃતિ જાણવા અને માણવા સ્વીડનની બે યુવતીઓ પ્રવાસ ખેડી રહી છે,જમવા કે રેહવા કોઈ VIP હોટેલની જગ્યાએ ગામડાઓમાં જ જાય છે.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):પીએમ મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31મી ઓકટોબર 2018ના રોજ લોકાર્પણ કર્યું હતું.એ બાદ દેશ-વિદેશથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી રહ્યા છે.હમણાં થોડા દિવસો પેહલા જ પશ્ચિમ બંગાળથી સાયકલ લઈને એક યુવાન “બેટી બચાવો બેટી પઢાઓ” ના સંદેશ સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો.ત્યારે 27મી ડિસેમ્બરે સ્વીડનની બે યુવતીઓએ 700 કિમીનું અંતર ખેડી પુષ્કરથી ઊંટ ગાડીમા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી પહોંચી હતી.
યુરોપના સ્વીડનની એમવા અને ઇવા શેમસન નામની બે યુવતીઓ ભારતની સંસ્કૃતિ જાણવા અને માણવા પ્રવાસ ખેડી રહી છે.તેઓ થોડા દિવસો પેહલા જ રાજસ્થાનના પુષ્કરમાં આવી હતી અને ત્યાંથી તેઓ ઊંટ ગાડીમાં ગુજરાતના પ્રવાસે નીકળી છે અને ઠેક પુષ્કરથી 700 કિમીનું અંતર ખેડી ઊંટ ગાડીમા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી પહોંચી હતી.આ બન્ને યુવતીઓએ પુષ્કરથી કેવડિયા સુધીનું અંતર કાપ્યા બાદ પોતાના અનુભવો જણાવ્યા હતા કે એમને આટલું લાબું અંતર કાપતા વાર તો ઘણી લાગી પરંતુ મજા પણ એટલી જ આવી.વધુમાં આશ્ચર્યની વાત તો એ છે કે યુરોપ કન્ટ્રીમાં એસો આરામની જિંદગી જીવેલી આ બન્ને યુવતીઓ જમવા કે રેહવા માટે VVIP હોટેલનો બિલકુલ ઉપયોગ કરતી નથી.તેઓ ગામડામાં જ રોકાય છે અને ત્યાં જ ગ્રામવાસીઓ ઘરોમાં ટ્રેડિશનલ ફૂડ ખાય છે.એમની સાથે એક કાયમી ઊંટ ગાડીનો ચાલક પણ છે એ બન્ને યુવતીઓ પોતાનો સમાન પણ ઊંટ ગાડીમાં જ રાખે છે.