Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ 9 કોરોના મૃતકોનાં અગ્નિ સંસ્કાર કરાયા.

Share

– નર્મદામા લોકો રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં દાખલ થવાને બદલે હોમ આઇસોલેશનમાં અને વડોદરા તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનું વધુ પસંદ કરે છે.

– મોતના સાચા આંકડા છુપવાતાં આરોગ્ય તંત્ર સામે ઉઠતા અનેક સવાલો.

Advertisement

– બે દિવસ માં 11અને એક સપ્તાહ માં 49ના અગ્નિસંસ્કાર કરાયા.

– એપ્રિલમાં મોતનો આંકડો વધી જતા કુલ 98 ના અગ્નિસંસ્કાર કરાયા છતાં કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં માત્ર ત્રણના મોતનો આંકડો બતાવે છે ?

રાજપીપલા સ્મશાન ગૃહમાંમાં કોવિડ દર્દીના મૃતકોના આંકડા જે રીતે વધી રહ્યા છે તે દર્દનાક અને અસહ્ય છે રોજ મૃતકોનો આંક વધી રહ્યો છે. આજે વધુ 9 મૃતકોના અગ્નિસંસ્કાર રાજપીપલા સ્મશાન ગૃહમાં કરાયા છે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ અગ્નિ સંસ્કાર ચાલુ જ છે. મોતનો માતમ છવાયો છે. સ્માશન ગૃહના સત્તાવાર મળેલા આંકડા પ્રમાણે આજે નવના અગ્નિ સંસ્કાર થયાના અહેવાલ છે. ગઈકાલે પણ બે મળી બે દિવસમાં 11 અને છેલ્લા એક સપ્તાહમાં 49 ના અગ્નિસંસ્કાર કરાયા છે. માત્ર ચાલુ એપ્રિલ માસમાં જ 25 દિવસમાં કુલ 98 મૃતદેહના અગ્નિસંસ્કાર કરાયા છે. આ સ્મશાન ગૃહના સત્તાવાર આંકડા છે.

રોજ નર્મદામાં મોતનો આંકડો વધી રહ્યો છે પણ રાજપીપલા કોવિડ હોસ્પિટલના સત્તાધિશોએ આજની તારીખમાં મોતનો આંકડો આજે પણ શૂન્ય બતાવ્યો છે. અગાઉના અત્યાર સુધીમાં માત્ર ત્રણના સત્તાવાર મોતના આંકડા બતાવે રાખે છે. આશ્રર્યની વાત એ છે કે કોરોના પોઝીટીવ દર્દી રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં દાખલ થાય છે. હોસ્પિટલ માં જ દમ તોડે છે. અહીંથી જ એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજપીપલા સ્મશાન ગૃહમાં પહોંચે છે. અને અગ્નિ સંસ્કારપણ થાય છે. સ્મશાન સત્તાવાળાઓ ને ચોપડે આંકડા બોલે છે પણ આરોગ્ય તંત્ર ના ચોપડે આંકડાકેમ બોલતા જ઼ નથી ! કહેવાની જરૂર નથી કે તંત્ર મોતના આંકડા છુપાવે છે. જોકે સરકાર સાચા આંકડા ન બતાવવા દબાણ કરી રહી છે ?! વાસ્તવિકતા પ્રજા સમક્ષ આવી શક્તિ નથી પણ એ યે પબ્લિક હે સબ જાનતી હે. આરોગ્ય તંત્ર મોતના કારણમાં કેન્સર, હાઇપર ટેન્શન, ડાયાબિટીસ જેવી બીમારીઓથી મોતનું કારણ બતાવી કોરોના મોતના લિસ્ટમાંથી એને કાઢી નાંખે છે એ કેટલું યોગ્ય છે ?

રાજપીપલા કોવિડ હોસ્પિટલની સુવિધા વિશે સાંસદોએ લડાઈ લડવી પડી છે. તંત્ર જોઈએ છે તબીબો સ્ટાફની જાહેરાતો કર્યા કરે છે પણ તબીબો, સ્ટાફ મળતા નથીનું ગાણું ગાતું તંત્ર અને અને સરકાર યુદ્ધના ધોરણે તબીબોની ભરતી કરવામાં નિષ્ફ્ળ નીવડી છે. ત્યારે આરોગ્યતંત્ર દર્દીઓને મોતને હવાલે કરવાને બદલે એનો જીવ બચાવે અને ઉત્તમ આરોગ્ય સુવિધા આપે અને ભવિષ્યમાં કેસો વધે તો તેની આગોતરી સુવિધા પણ તંત્ર વધારે એવી પ્રજાની માંગ છે. તંત્રની અસુવિધા બાબતે હાલ પ્રજામાં રોષ વધી રહ્યો છે અને ભરોષો ઉઠી રહ્યો છે તેથી હવે કોવિડમાં લોકો દાખલ થતા ડરે છે અને હોમ આઇસોલેશન વધારે થાય છે ગઈકાલમાં હોમ આઇસોલેશન થયાનો આંકડો 125 નો છે અને હવે સારવાર લેવા લોકો રાજપીપલા છોડીને વડોદરા જઈ રહ્યા છે. ગઈકાલ સુધી વડોદરા સારવાર લેનારનો આંકડો 51 નોહવે તંત્રએ વડોદરા બતાવવાનું બંધ કરીને ખાનગી હોસ્પિટલ શબ્દ વાપરી રહી છે જે રોજ વધી રહ્યો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

માંગરોળ : વાંકલની લાઈફ લાઈન હોસ્પિટલમાં સત્યનારાયણની કથા સાથે આઇ.સી.યુ અને પ્રસુતિ વિભાગનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ગોધરા ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કરજણના જુના બજાર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!