Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા ત્રણ રસ્તા પાસે તુફાન ગાડીમાં માસ્ક પહેર્યા વગર દસથી વધુ પેસેન્જરો બેસાડી જાહેરમાં નીકળતા જાહેરનામા ભંગની ફરિયાદ.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે સરકારનાજાહેરનામાનો ખુલ્લો ભંગ કરી રહ્યા છે. ત્યારે એમની સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ત્રણ રસ્તા પાસે તુફાન ગાડીમાં માસ્ક પહેર્યા વગર તથા 10 થી વધુ પેસેન્જરો બેસાડી જાહેરમાં નીકળી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં ગરુડેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફરિયાદી પી.એસ.આઇ એ.એસ.વસાવાએ આરોપી શનાભાઈ રૂપાભાઈ વસાવા (રહે, ઝરવાણી )સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ કોરોના વાયરસનું જાહેરનામું હોય અને તુફાન ગાડી નંબર જીજે 6 ઝેડ ઝેડ 7752 ના ચાલક શનાભાઇ પોતાની તુફાન ગાડીમાં પોતે માસ્ક પહેર્યા વગર તથા સાથે દસેક જેટલા પેસેન્જરોને બેસાડી પોતાનો અને પેસેન્જરોનો ડિસ્ટન્સ નહીં રાખી કોરોના સંક્રમણ રોગ ફેલાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

નેત્રંગ તાલુકાના જેસપુર ગામમાં વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે છેલ્લા ૩૫ વર્ષથી ચાલતી અખંડ રામધુન.

ProudOfGujarat

સુરત – લક્ઝ્યુરીયસ કારમાં દારૂની ખેપ મારતા ત્રણની ધરપકડ, 1.63 લાખનો દારૂ જપ્ત કર્યો

ProudOfGujarat

ઝઘડિયા સેવા રૂરલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!