Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં મોરિયા ગામે લગ્ન પ્રસંગે મંજૂરી વગર 50 થી વધુ માણસો ભેગા કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

Share

રાજપીપળા : ખેદની વાત એ છે કે નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. મોતના આંકડો પણ વધી રહ્યો છે લોકો મરવા પડ્યા છે. ત્યારે કેટલાક લોકો લગ્ન કરવા નીકળ્યા છે અને તેમાં પણ 50 થી વધુ લોકોને ભેગા કરી કોરોના સંક્રમિત કરી વગર પરવાનગી લગ્ન સમારંભો યોજાતા આયોજકો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં તિલકવાડા તાલુકાના મોરિયા ગામે લગ્ન પ્રસંગની મંજૂરી નહીં મેળવી તથા 50 થી વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફરિયાદી એમ.બી.વસાવા પોસઇ તિલકવાડા પોલીસે આરોપી કંચનભાઈ દલસુખભાઈ બારીયા (રહે,મોરિયા )સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી કંચનભાઈનાએ પોતાની પુત્રીના લગ્ન યોજવાની મંજુરી નહીં મેળવી લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટના કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

પંચમહાલ લોકસભા બેઠકની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યુ…

ProudOfGujarat

ભરૂચ : NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!