Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં રસેલા ગામમાં ભાઈનાં લગ્નમાં આવવા બાબતે ઝઘડો થતાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજા.

Share

રાજપીપળા : નાંદોદ તાલુકાના રસેલા ગામમાં ભાઈના લગ્નમાં આવવા બાબતે ઝઘડો થતાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં એકને ગંભીર ઈજા થવા પામી હતી. આ અંગે ફરિયાદી કૃષ્ણભાઈ જીવણભાઈ વસાવા (રહે,રસેલા નવીનગરી) એ આરોપી કનુભાઈ અમરાભાઇ વસાવા (રહે, રસેલા નવીનગરી) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી કૃષ્ણભાઈ આરોપી કનુભાઈના દીકરાના લગ્ન હોય કનુભાઈના ઘરે ગયેલો, ત્યારે કૃષ્ણભાઈને જણાવેલ કે તારે મારા ઘરે આવવાનું નહીં. મારા દીકરાનો લગ્ન પ્રસંગ હું સાચવી લઇશ તું અહીંયાથી જતો રહે તેમ કહેતા આરોપીએ કનુભાઈને જણાવેલ કે તમારો દીકરો મારો ભાઈ થાય છે અને તેમના લગ્ન પ્રસંગમાં હું કેમ ન આવી શકું ? તેમ કહેતાં કનુભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ કૃષ્ણભાઈને ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલી તરત તેના પેન્ટના ખિસ્સામાંથી એક ધારદાર ચપ્પુ કાઢી મારી નાખવાના ઇરાદે કૃષ્ણભાઈ ઉપર જીવલેણ હુમલો કરી તેઓને પેટની ડાબી સાઈડએ ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવવાની કોશિશ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

વલભીપુરના માલપરા ગામે ૫ ગેમ્બલર રંગેહાથ ઝડપાયા

ProudOfGujarat

સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.

ProudOfGujarat

ભરૂચ : વડોદરાથી સુરત તરફ જવાના ને.હા. 48 પર ખાડા ન પુરવાને કારણે ટ્રાફિકજામની સમસ્યા યથાવત : નિવારણ ક્યારે આવશે તેવી લોકમાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!