Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડા નગરનાં બંધ મકાનમાંથી 2,97,000 ની ઘરફોડ ચોરી.

Share

– લગ્નના ચાંદલાના તેમજ અન્ય રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી.

રાજપીપલા : તિલકવાડા નગરના ચામડયા ઢોળ વિસ્તારમાં ફુલકાન મહમદ ફિરોજખાન રાઠોડનું ઘર આવેલ છે જેઓ છેલ્લા બે દિવસથી કામસોલી મુકામે ગયા હતા જેના કારણે બે દિવસથી તેમનું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી ગતરોજ રાત્રીના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઇસમો ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી નીચેના રૂમમાં તિજોરીમાં મુકેલ ફુલકાન મહમદના લગ્નના ચાંદલાના તેમજ અન્ય રોકડ મળી કુલ બે લાખ વીસ હજાર રોકડા તેમજ લગ્નમાં ગીફટ તરીકે આવેલ 10,000 ની કિંમતની ચાંદીની લકી તેમજ સોનાની 8 ગ્રામની શેરો કિંમત રૂપિયા 40,000 તે ઉપરાંત ઘરના બીજા માળે આવેલ લોખંડની તિજોરીમાંથી રોકડા રૂપિયા 27,000 મળી કુલ 2,97,000 ના મુદ્દામાલ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.

Advertisement

આ અંગે ફરિયાદી ફુલકાન મહમદ ઉર્ફે રાજાજી ફિરોજખાન રાઠોડ (રહે, ચામડીયા ઢોળ, તિલકવાડા) એ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર કોલેજ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ-વાગરાના ચાંચવેલ ગામ નજીક ની સીમમાં ઝાડ પર યુવક,યુવતીની લટકતી હાલતમાં લાશ મળતા ચકચાર…

ProudOfGujarat

સુરતમાં BRTS ના અલાયદા રૂટની રેલીંગ સાથે આજરોજ અડાજણ બસ ડેપોની એક એસ.ટી. બસ ધડાકા ભેર અથડાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!