Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે લાકડાની તંગી…!!!

Share

આજે કોરોનાએ વિશ્વમાં ભરડો લીધો છે. જ્યારે બીજી બાજુ મોતનો માતમ છવાયો છે. લોકો ઓક્સિજન વિના તરફડી રહ્યા છે. કોરોના દર્દીના મોતની સંખ્યા પણ વધી રહી છે.
કોરોનાનો દર્દી કોરોનાનો જંગ હારી ગયા પછી દર્દી દમ તો તોડી દે છે પણ મૃત્યુ પછી એની અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા ખુબ દર્દનાક અને ભયાનક હોય છે. દર્દીના મૃત્યુ પછી દર્દીના સગાઓ પણ કોરોના મૃતક દર્દીને અડકવા પણ તૈયાર નથી હોતા. અંતિમ વિધિમા હાજરી આપવાની વાત તો દૂરની રહી, ત્યારે રાજપીપલાના હરિજનો જે ખરેખર હરિનાજન બની આવ્યા છે એ લોકોની ચાર કર્મચારીની ટીમ કોવિડ હોસ્પિટલથી મૃતકને રાજપીપલા સ્માશનગૃહ સુધી લાવે છે અને જાનના જોખમે પીપીઈ કીટ પહેરીને મૃતની અંતિમ વિધિ કરી રહ્યા છે. આ સેવામાં રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના 6 જેટલા સેવાભાવી યુવાનો નિશ્વાર્થ ભાવે અગ્નિસંસ્કાર કરવાની સેવા આપી રહ્યા છે.જેમાં તેજશભાઈ ગાંધી,ગુંજન મલાવીયા,ઉરેશભાઈ પરીખ, કૌશલભાઈ કાપડિયા,અને અજિતભાઈ પરીખ અને કેયુરગાંધીની ટીમ અગ્નિસંસ્કાર કરવાની સેવા આપીરહી છે.આ ટીમના યુવાનો કોઈ પણ જાતના સ્વાર્થ વિના નિ:સ્વાર્થ ભાવે આ કામગીરી ઉપાડી લીધી છે. આ યુવાનો હરિજનોને કામગીરી માટે તેમને 500 રૂ. લેખે ચાર જણાને 2000 રૂ. આપવા પડે છે.

હોસ્પિટલમાંથી ફોન આવે આવે એટલે ચાર હરીજન કર્મચારીઓની પીપીઈ કીટ પહેરીને મૃતકને રાજપીપળા સ્મશાન ગૃહ સુધી લઈ આવે છે.ત્યાર પછી આ સેવાભાવી યુવા ટીમ આવે છે જે માટે લાકડાની વ્યવસ્થા કરવી પડે છે. ઉરેશ પરીખ અને ગુંજન માલવિયાના જણાવ્યા અનુસાર અંતિમ વિધિ કરવા માટે હાલ લાકડા ખૂટી ગયા છે. એક બોડી માટે 15 મણ લાકડાની જરૂર પડે છે.અત્યાર સુધીમાં 700 મણ લાકડા મળેલ તે પૂરા થઈ ગયા. હવે બીજા લાકડાની 200 મણ લાકડાની કરવામાં આવી રહી છે. તે માટે થતો ખર્ચ ઉઠાવીએ છીએ. કેટલાક સેવા ભાવી લોકો મદદ પણ કરે છે.ત્યારે આ કામ થઈ શકે છે. ગમે ત્યારે ફોન આવે એટલે અમે સ્મશાને પહોંચી જઈએ છીએ અને મૃતકના અગ્નિ સંસ્કાર કરીએ છે. અહીંયા સગાવહાલા પણ ફરકતા નથી. બોડી સોંપીને જતા રહે છે પછી અગ્નિ સંસ્કારની કામગીરી અમે કરીએ છીએ.

Advertisement

પહેલા વેવમાં અમે 31 ડેડબોડીના અગ્નિસંસ્કાર કર્યા હતા પણ બીજી વેવમાં મૃતકોની સંખ્યા વધી છે. આ વખતે માત્ર એપ્રિલ માસમાં 24 તારીખ સુધીમાં 81 મૃતકોના અગ્નિસંસ્કાર રાજપીપલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હોવાના સત્તાવાર આંકડા જણાવ્યા છે જેમાં 22મી એપ્રિલે 7 ના, તથા 23 મીએ 12 અને 24 મીએ 02 અને આજે 25 મી એ 01 ના મળી આ મહિનામાં કુલ 81 મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે કોણ કહે છે કે માનવતા મરી પરવારી છે. આવા સેવાભાવિ યુવાનોને મદદ કરવા, સહયોગ આપવા આપણે સૌ નગરજનોએ આગળ આવવાની જરૂર છે. આવો આપણે સૌ સાથે મળીને સેવાનું ઝરણું વહેતુ કરીએ.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat

સુરત યોગી ચોક ખાતેની તુલશી દર્શન સોસાયટી ખાતે કારમાં લાગી આગ-ધટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ કાબુમાં લીધી-કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

અંકલેશ્વરના જુના કાંસિયા ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો : આરોપી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!