રાજપીપલા : નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કેટલાક બેદરકાર લોકો શહેરમાં ભીડ જમા કરી મોટર સાયકલ પર ફરવા નીકળી પડી તથા ખાનગી વાહનોમાં નિયમ કરતા વધારે પેસેન્જરો ભરીને કોરોના સંક્રમણને વધારવાના પ્રયાસોકરતા આવા 11 ઈસમો સામે નર્મદા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંઘી તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આમલેથા પોલીસે વિરપુર ચાર રસ્તા પાસે મોટર સાયકલ પરત્રણ સવારી કરનારા બિન જરૂરી આંટાફેરા મારતા અને જ જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કરનારા સામેગુનો દાખલ કરાયો છે.એ જ પ્રમાણે સાગબારા તાલુકાના ચિકાલી ચાર રસ્તા પાસે મોટર સાયકલ પર ત્રણ સવારી કરનારા ઈસમો સામે ફરી યાદ કરી છે, એ જ પ્રમાણે ગરુડેશ્વર પોલીસે ક્રિષ્ના કાઠીયાવાડી ત્રણ રસ્તા પાસે ત્રણ સવારી મોટરસાયકલ પર ફરતા ઈસમો સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. એ ઉપરાંત રાજપીપળા સફેદ ટાવર પાસે આવેલી કાપડની દુકાનમાંથી સાતથી વધારે ગ્રાહકો વેચાણ કરતા કોરોનાનું સંક્રમણ વધારતા એમની સામે પણ જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ કરી છે. જ્યારે તિલકવાડા પોલીસે છોટા હાથી ગાડીમાં પાંચથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા