Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા…

Share

– બાપ બેટી સહીત ત્રણ જણા ડૂબી જવાથી સર્જાઈ કરુણાંતિકા.

– આજે એકાદશી હોવાથી નાની રાવલ મંદિરે દર્શન કરવા આવેલ પરિવાર સાથે સર્જાઈ કરુણાંતિકા.

Advertisement

રાજપીપલા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ગામેઆવેલ નર્મદા નદીમાં સુરતના ત્રણ જણા ડૂબી જતા તેઓનાં કરુણ મોત નિપજ્યા છે. જેમાં બાપ બેટી સહીત ત્રણના મોત થતા કરુણાંતિકા સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે એકાદશી હોવાથી દર્શન કરવા માટે આવેલા સુરતનો પરિવાર નાની રાવલ મંદિરે આવ્યો હતો. દર્શન પૂજા કરી ગાડી મૂકીને પરિવારના સદસ્યો ગરમી હોવાથી ન્હાવાની મજા માણવા નર્મદામાં ન્હાવા પડ્યા હતા. નર્મદામાં પાણી ઊંડું હોવાથી ત્રણે જણ આગળ જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી ત્રણેના કરુણ મોત નિપજ્યા હતા. જેમાં બાપ બેટીના મોત થવાથી કરુણાંતિકા સર્જાઈ હતી.

મરનારમાં (1)અનિલભાઈ કેશવજીભાઇ અજુ વાડીયા,ઉ.વ વર્ષ 44, રહે. હીરાબાગ સુરત, (2) મગનભાઈ ભીખાભાઈ નાગલીયા ઉ.વ ૪૫ રહે,પ્રવાસી કતારગામ સુરત અને 3) મગનભાઈની છોકરી આરજુબેન મગનભાઈ નાગલીયા, ઉ.વ. 15,રહે કતારગામ સુરત ત્રણેના મોત નિપજતા ગરુડેશ્વર પીએસઆઈ.એ .એસ. વસાવાએ અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને કબજે કરી ગરુડેશ્વર ખાતે પી.એમ કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સગીરાના અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

સુરત-પૂણાગામ વિસ્તાર માં આવેલી જ્વેલર્સની દુકાનમાં થઈ બેધડક લૂંટ…વાચો

ProudOfGujarat

કરજણ ખાતે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!