રાજપીપળા : હાલ નર્મદાના અને ખાસ કરીને દેડીયાપાડા શાકબારા વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સાગબારા અને દેડીયાપાડામાં કોરોના કેસો વધતા સાંસદ મનસુખ વસાવાએ બંને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના તથા તાલુકા પંચાયતના સભ્ય તથા પાર્ટીના પ્રમુખ તથા મહા મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને કોરોના મહામારીના સંક્રમણથી લોકોને સાવચેત રાખવા તથા તેનાથી બચવા માટેના ઉપાયો વિશે જાણકારી માર્ગદર્શન આપ્યું હતું.
સાગબારા તાલુકાના સરકીટ હાઉસના પ્રંટાગણમાં તથા બપોરે કલાકે દેડીયાપાડા તાલુકાના વિશ્રામગૃહના હોલમાં બંને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના તથા તાલુકા પંચાયતના સભ્ય તથા પાર્ટીના પ્રમુખ તથા મહામંત્રીઓ સાથે કોરોના મહામારીના સંક્ર્મણથી પોતાના મત વિસ્તારના લોકોને સાવચેત રાખવા તથા તેનાથી બચવા માટેના ઉપાયો વિશેની જાણકારી આપી લોકોને જાગૃત કરવા બાબતે અગત્યની બેઠક યોજવામાં આવી.
જેમાં દરેક જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્ય તથા આગેવાન કાર્યકર્તાઓ તમે તમારી તંદુરસ્તી તથા પોતાનું સ્વાસ્થય સારુ રહે અને પોતાના શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધે તે માટેના ઉપાયો કરવા અને સરકારના કોવીડ-૧૯ ના તમામ નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દરેક જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખઓ તથા સભ્યઓ અને કાર્યકર્તાઓએ પોતાના મત વિસ્તારના ગામોની અંદરની પ્રજામાં કોરોના મહામારીના સંક્ર્મણને રોકવા ખાસ કરીને જે લોકોએ કોરોનાની રસી ન લીધી હોય તેવા લોકોને રસી લેવા માટે સમજણ આપવી અને વધુમાં વધુ લોકો ઝડપથી કોરોનાની રસી લે તેવા શક્ય તેટલા વધુ પ્રયત્નો કરવા અને કોરોના સંક્રમિત હોય તેવા પરિવારોને મદદરૂપ બનવાના પ્રયત્નો કરવા અને સરકારના કોવીડ-૧૯ ના ઉપાયો જેવા કે એકબીજાથી અંતર રાખો, વારંવાર સાબુથી હાથ ધોવો, નિયમિતપણે માસ્ક પહેરો, લગ્ન પ્રસંગ તથા દુઃખદ પ્રસંગમાં કારણ વગર બહાર જવાનુ ટાળો વગેરે નિયમો વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મારી સાથે તાલુકા પ્રમુખ રવિદાસ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ વસાવા, સિનિયર આગેવાન રાજુભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ લુહાર તથા જાનકી આશ્રમના સંચાલક સોનજીભાઈ વસાવા તથા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા