Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડીજી કોન્ફ્રરન્સ માટે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું:સુરક્ષા માટેની રિહર્ષલ શરૂ કરાયું

Share


રાજ્યાંના અન્ય જિલ્લાઓમાંથી 5000થી વધુ પોલીસ બોલાવવામાં આવી રહી છે,700 થી 800 પોલીસની ગાડીઓનો કાફલો કેવડીયામાં
20 થી 22 નેશનલ કક્ષાની ડીજીપી કક્ષાની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે.

રાજપીપલા:નર્મદા જિલ્લામાં કેવડીયામાં પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.આ મહત્વના કાર્યક્રમને લઈને લોકાર્પણ પેહલા કેવડીયામાં રાજ્યભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.એ બાદ કેવડીયામાં જ બીજો દેશનો મહત્વનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફ્રાન્સ આગામી 20 થી 22 ડિસેમ્બરે થવા જઈ રહ્યો છે.જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે અને સાથે સાથે દેશની સુરક્ષા પાંખના ત્રણેય દળોના મુખ્ય આધિકારીઓ,દેશના તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને ડીજીપીઓ સાથે આઈબી,સીઆઇડી,સીબીઆઈ અને એટીએસ સહીતની તમામ સરકારની સુરક્ષા એજન્સીઓના વડાઓ પણ હાજર રહેશે.ત્યારે દેશના 125 કરોડ લોકોની સુરક્ષા કરતા સુરક્ષા વિભાગના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે.આ તમામ જવાબદારીઓ રેન્જ આઇજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના સિરે છે અને તેમણે માઈક્રોપ્લાનિંગ કરીને સમગ્ર સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવી છે.આ માટે રાજ્યનું ગૃહવિભાગ પણ સજ્જ બની તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.
માત્ર દોઢ મહિનામાં વડાપ્રધાન નરેદ્ર મોદી ગુજરાતના કેવડિયામાં ફરી આવતા હોય સાથે 21 અને 22 બે દિવસ રોકવાના હોય જેમને લઈને સુરક્ષા માટે પણ પોલીસની જવાબદારી વધી છે.આખી ડીજી કોન્ફ્રરન્સ ટેન્ટ સીટી-2 ખાતે કરવામાં આવી છે અને રહેઠાણ અલગ અલગ જગ્યાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે.ટેન્ટસિટીમાં સૌથી સ્પેશિયલ એવા દરબારી ટેન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે.જયારે મીની દરબારીમાં રાજનાથસિંહ રોકાશે સાથે અન્ય ટેન્ટોમાં ગૃહપ્રધાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહેશે.જેથી આ તમામની સુરક્ષાને લઈને લગભગ 100 થી વધુ ગ્રૂપોમાં પોલીસ અધિકારીઓની નિગરાનીમાં ટીમો ફાળવી દેવામાં આવી છે.જે માટે સુરક્ષા કર્મીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે જેને કારણે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.ગુજરાત રાજ્યાંના અન્ય જિલ્લાઓમાંથી 5000થી વધુ પોલીસ બોલાવવામાં આવી છે અને 700 થી 800 પોલીસની ગાડીઓનો કાફલો કેવડીયામાં ખડકી દેવાયો છે.ડિજી કોન્ફ્રાન્સની સુરક્ષા માટેનું રિહર્ષલ પણ કેવડીયામાં કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોની મુલાકાત લેતા BJP મીડિયા વિભાગ.

ProudOfGujarat

પાલેજ સ્થિત કન્યાશાળામાં સખીદાતા તરફથી આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તથા પાણીનું કુલર દાન કરાયું

ProudOfGujarat

2018 लेकर आया नए कलाकारों की सौगात!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!