Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા, દેડીયાપાડા અને નાંદોદ તાલુકામાંથી કુલ ત્રણ બોગસ ડોકટરો ઝડપાયા.

Share

– દેડીયાપાડા તાલુકામાંથી બે અને નાંદોદ તાલુકાના રાજપીપળા માંથી એક બોગસ ડોકટરની ધરપકડ.

– કાકરપાડા, મોવી અને ઉમરાણ ગામેથી એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરતા ત્રણ બોગસ તબીબો સામે કાર્યવાહી.

Advertisement

– મેડિકલ સામગ્રી દવાઓના મુદ્દામાલ સાથે ત્રણે ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ.

રાજપીપળા : હાલ નર્મદામાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને બીજા કારણસર પણ લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઝોલાછાપ બોગસ ડોકટરો ફૂટી નીકળ્યા છે. જેઓ ડોક્ટરનું સર્ટી ન હોવા છતાં મેડીકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે પોલીસ અને આરોગ્ય તંત્રે આવા બોગસ ડોકટરો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દેડીયાપાડા તાલુકામાંથી એકી સાથે બે અને નાંદોદના રાજપીપળામાંથી એક બોગસ ડોક્ટર મળી કુલ ત્રણ બોગસ ડોકટરો ઝડપાયા છે. જેમાં કાકરપાડા, મોવી અને ઉમરાણ ગામેથી એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરતા ત્રણ બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ છે.

જેમાં ફરિયાદી ડો. રીંપલકુમારી અરવિંદભાઈ વસાવા (મૂળ રહે સામરપાડા,દેડીયાપાડા) એ આરોપી પ્રશાંત સચિન બિશ્વાસ (રહે, કાકરપાડા મૂળ રહે, બલવપુર પોસ્ટ. અરબાંદી જી. નુંધીયા વેસ્ટ બંગાળ થાણા શાંતિપુરા) સામે ફરિયાદ કરી છે. જેમાં બીજી ફરિયાદ જેમાં ફરિયાદી પોસઈ એમ.બી.ચૌહાણ એસ.ઓ.જી નર્મદાએ આરોપી સુશાંત શૌલેન્દ્રનાથ બાગચી (રહે, મોવી તા.નેત્રંગ જી.ભરુચ, મૂળ રહે, સ્વરનોખાલી તા.કૃષ્ણગંજ જી.નદીયા પશ્ચિમ બંગાળ) સામે ફરિયાદ કરી છે. તથા ત્રીજી ફરિયાદ જેમાં ફરિયાદી ડો. ભાવિનભાઈ કેશવભાઈ વસાવા (રહે, ગુરુજીનગર સોસાયટી ઝંખવાવ તા.માંગરોળ જિ સુરત )એ આરોપી પ્રસાદ પરેશચંદ્ર સરકાર(રહે,ઉમરાણ સરપંચ ફળિયું મૂળ રહે, રાયનગર પો.નાસરકુલી તા .રાણાઘાટ જી.નદીયાપશ્ચિમ બંગાળ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ ત્રણેય આરોપીઓ પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજનીડલો, બેડની સુવિધા દવાઓ ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે રાખી જાહેરમાં દવાખાનું ખોલી બેઠો હતો . અને પોતે નિષ્ણાત ન હોવા છતાં દાક્તરી સેવાના સાધનો વડે સારવાર કરી પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે પોતે ડોક્ટર છે તેવું ગામડાના અભણ દર્દીઓને સમજાવી જાહેરમાં દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. ગુજરાત સરકાર માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલ પ્રેક્ટિસ કરી મેડિકલ સામગ્રી દવાઓ વગેરે કાકરપાડા ગામેથી રૂ.3381534/-, ના મુદ્દામાલ તથા મોવી ગામેથી કિં.રૂ.14951/- તથા ઉમરાણગામે થી રૂ. 6,629/- ના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ,રાજપીપલા


Share

Related posts

દહેજ ભરૂચ હાઇ-વે પર દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ઉમરદા, ખોડાંબા અને વડપાડા ખાતે ‘વેક્સિન ઉત્સવ’ યોજાયો.

ProudOfGujarat

ઝગડિયા કંપનીમાં આવતુ HCL ટેન્કર ઢોળાતાં નાસભાગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!