Proud of Gujarat
GujaratFeaturedINDIA

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ આજથી સદંતર બંધ કરી સમારકામ ચાલુ કરાયું.

Share

🔹 દ્વિચક્રી નાના વાહનો માટે પણ પુલ બંધ કરાયો.

🔹 પુલનું સમારકામ યુદ્ધનાં ધોરણે હાથ ધરાયું.

Advertisement

🔹 ફોર વ્હીલર અને ભારે વાહનોની અવરજવર બંધ થતા પ્રજાની હાલાકી વધી.

🔹 હવે વાહનોને 10 કિમિનો ફેરો ફરવો પડશે.

રાજપીપલા : રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ વચ્ચેથી બેસી જતા અમારા સમાચાર અહેવાલ બાદ નર્મદા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે ગઈ કાલે રેલિંગ લગાવીને પુલ બંધ કર્યો હતો જેમાં ફોર વ્હીલર મોટાં વાહનોની અવરજવર બંધ કરાઈ હતી અને દ્વિચક્રી નાના વાહનો ચાલુ રખાયા હતા પણ આજથી તૂટેલા ભાગનું સમારકામ શરૂ કરાતા આજથી તમામ વાહનોની અવરજવર માટે આ પુલ આજથી બંધ કરી દેવામાં આવ્યો હતો.

આજે રેલિંગ લગાવી કાર્યપાલક ઇજનેરમાર્ગ મકાનના બાંધકામ વિભાગે બોર્ડ મારી બ્રીજનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી આ પુલ વાહનવ્યવહાર માટે બંધ કર્યો હોવાની સત્તવાર જાહેરાત કરતા આ પુલ બંધ થઈ ગયો હતો.

રાજપીપલા, રામગઢ સહીત આજુબાજુના 10 ગામો માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલ આ પુલ બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો અને હવે લોકોને 10 કિમિનો ફેરો ફરવાનો વારો આવ્યો હતો. જોકે માંડ છ મહિના પહેલા લોકાર્પણ વગર ચાલુ કરી દેવાયેલ પુલને 6 મહિનામાં જ બંધ કરી દેવાનો વારો આવતા આ પુલના તકલાદી કામો અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. જેની તટસ્થ ન્યાયિક તપાસની માંગ પ્રજાએ કરી છે.

હાલ ત્રણ પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો છે વધુ બે પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટમાથી તિરાડો વધુ પહોળી બની હતી અને બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો. ટૂંકા ગાળામાં જ વચ્ચેથી બેન્ડ વળી ગયેલો અને વચ્ચેથી બેસી ગયેલા પુલના બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરની ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાતે

ProudOfGujarat

આમોદ વન સંરક્ષણની કચેરી નજીકથી ૨૯ વર્ષીય યુવકની લાશ મળવાનો મામલો,પી.એમ રિપોર્ટ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો ..!!

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલના વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધપાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી વધુ એક સફળતામાં છોગું ઉમેર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!