હાલની કોરોનાની પ્રવર્તમાન પરસ્થિતિને ધ્યાને લઇ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાના નાંદોદ, તિલકવાડા, સાગબારા, ગરૂડેશ્વર અને દેડીયાપાડા ખાતે કોરોના પોઝિટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ખાતે જિલ્લાના કુલ-૯૨૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ. કશ્યપે જણાવ્યું હતું કે, રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ગર્લ્સ હોસ્ટલના-૧૦૦, બોયઝ હોસ્ટલના-૧૦૦, આદર્શ નિવાસી શાળામાં -૨૦૦ અને ચિલ્ડ્રન હોમ આરટીઓ પાસે ૧૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તેવી જ રીતે, દેડીયાપાડાની કૃષિ ઇજનેરી કોલેજ ખાતે-૧૬૮ અને સબ ડિસ્ટીક હોસ્પિટલ ખાતે-૦૮ બેડ તથા સાગબારાની આદર્શ નિવાસી શાળા ગર્લ્સ હોસ્ટેલ ખાતે-૫૬ તેમજ ગરૂડેશ્વર તાલુકામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ગોરા ખાતે-૮૦ અને ગોરા મંદિર સર્કિટ હાઉસ ખાતે-૨૮ અને જલારામ મંદિર ગરૂડેશ્વર ખાતે-૩૦ બેડ તેમજ તિલકવાડા તાલુકાની મહાત્મા ગાંધી એકલવ્ય સ્કૂલ ખાતે-૫૦ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૦૮ બેડ સહિત જિલ્લાના કુલ-૯૨૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા