Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું.

Share

સમગ્ર સૃષ્ટિમાંથી કોરોના સંપૂર્ણ નાશ થાય માટે નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ધનેશ્વર આશ્રમમા છપ્પનભોગ પ્રસાદી અને મહાઆરતી સાથે સમગ્ર સૃષ્ટિ કોરોનામુક્ત બને એવી ભગવાન રામને પ્રાર્થના કરી મહાઆરતી કરી રામનવમી પર્વ ઉજવ્યું હતું.

મંદિરના મહંત જાનકીદાસ મહારાજે જણાવ્યું હતું કે આજે જ્યારે સમગ્ર સૃષ્ટિમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે. ત્યારે ભગવાન રામ સૌને આમાંથી મુક્તિ અપાવે આ સૃષ્ટિ કોરોના મુક્ત બને એવી પ્રાર્થના સાથે ભગવાન રામને છપ્પનભોગ પ્રસાદી અર્પણ કરી મહાઆરતી કરી હતી.

આજે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે રામનવમી પર્વ ભગવાન રામનો જન્મ જયંતિ મહોત્સવ અત્યંત સાદગી પૂર્ણ રીતે ભારે આનંદ અને ઉલ્લાસભેર ઉજવાયો હતો. જોકે કોરોનાને કારણે કોઈ જાહેર કાર્યક્રમો યોજાયા ન હતા પણ રામજી મંદિરોમાં રામની આરતી અને પૂજાના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નર્મદા તટે આવેલ ગુવાર આશ્રમમાં ભગવાન રામનો જન્મ દિવસ રામનવમીનું પર્વ ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું. ભગવાન રામની આરતીપૂજન કરવામાં આવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ પદે મુકુંદભાઈ પટેલની વરણી થતા તાલુકા પંચાયતના સભાખંડમાં અભિવાદન કરાયું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની કેટલીક સરકાર માન્ય દુકાનોમાં ગેરરીતિઓ આચરાતી હોવાની બુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!