Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યે જ જોવા મળતો બદામી રંગનો વાઈન સ્નેક દેખાયો.

Share

નર્મદા જિલ્લામા અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યે જ બદામી રંગનો વાઈનસ્નેક દેખાયો છે. ગરમીમાં ઠંડક મેળવવા અને ખોરાકની શોધમાં સરીસૃપો બહાર નીકળી આવતા હોય છે જેમાં નર્મદા જિલ્લામા અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યે જ બદામી રંગનો વાઈનસ્નેક દેખાયો હતો.

નર્મદા જિલ્લો પ્રકૃતિથી સરભર હોય અહીયા અવારનવાર સાપો નીકળતા હોય છે. જેમાં સરદાર સરોવર ડેમની નજીકમાં વિશ્વની સૌથી મોટુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે. ત્યાં સામે મોખડી ગામ પાસે આવેલ એસ.આર.પી પોઇન્ટ પર એકાએક અલગ જ પ્રકારનો સાપ આવી ચડતા ત્યાં નોકરી પર ફરજ બજાવનાર જવાનો ઘબરાઈ ગયા હતા. જોકે ત્યાં ફરજ બજાવનાર એસ.આર.પી જવાન તડવી વિજય ભાઈ નર્મદા જિલ્લાની રેસ્ક્યૂ ટીમના સંપર્કમાં હોય તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને કોલ કરીને જાણ કરી હતી. કોલ મળતા જ ટીમના સદસ્યો તડવી ઉમેશ ઉર્ફે મુન્નાભાઈ અને તડવી અનિલ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યાં જઈને તપાસ કરતા અત્યંત દૂર્લભ ગણાતો બદામી કલરનો વાઈન સ્નેક જોવા મળ્યો હતો. રેર કેસમાં જોવા મળતો આ દુર્લભ બદામી વાઈન સ્નેક નર્મદા જિલ્લામાં જોવાતા રેસ્ક્યુ ટીમએ ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેની ત્યાંથી સફળતાપુર્વક રેસ્ક્યૂ કરી લેવાયો હતો અને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

તડવી મુન્નાભાઈના જણાવ્યા અનુસાર વાઈન સ્નેક બે પ્રકારના હોય છે. ગ્રીન વાઈન સ્નેક અને બદામી રંગનો વાઈન સ્નેક જેનો દેખાવ બ્રાઉન વાઈન સ્નેક જેવો હોય છે પરંતુ મોઢાના આગળના ભાગથી તે અલગ પડે છે. બ્રાઉન વાઈન સ્નેક દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે પરંતુ હજી સુધી નોંધાયો નથી. વધુમાં તડવી મુન્નાભાઈએ જણાવ્યુ હતુ કે આ સાપ આંશિક ઝેરી છે જેને વિષદંત તો હોય છે પરંતુ એનું વિષ મનુષ્ય માટે ઘાતક નથી હોતું. તેનો મુખ્ય ખોરાક ઝાડી – ઝાખરામાં થતા નાના પક્ષીઓ, ગરોડી, કાચિંડા, નાના ઉંદર, દેડકા વગેરે છે. સાપની વિશેષતા એ છે કે આ સાપ ઇંડા ન મૂકતો હોય ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનો એ સુત્રોચ્ચાર અને નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે દિપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય.

ProudOfGujarat

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં યોગી એસ્ટેટના ગોડાઉનમાં શંકાસ્પદ કેમિકલના ડ્રમ ઝડપી પાડતી રૂરલ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!