Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા આજથી ચાર દિવસ માટે પુનઃ સજ્જડ બંધ…

Share

નર્મદામાં કોરોનાનાં વધતા કેસોને કારણે કોરોનાની ચેન તોડવા આજે 20 તારીખ મંગળવારથી ચાર દિવસ માટે ફરી એક રાજપીલાના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાતા આજે પ્રથમ દિવસે રાજપીપળા સ્વયંભૂ સજ્જડ જડબેસલાક બંધ રહ્યું હતું.

કોરોનાનાં વધતા જતા કેસો અટકાવવા અને કોરોનાની ચેઇન તોડવા વેપારીઓ અને તંત્રએ નિર્ણય લીધો હતો. જોકે આજે આવશ્યક સેવાઓ જેવી કે દૂધ, પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર વગેરે ચાલુ રહ્યા હતા, પણ વારંવારના બંધને કારણે નાના વેપારીઓના રોજગાર ધંધા પર અસર પડી હતી.

થોડા દિવસ પહેલા રાજપીપલા શહેરના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ હતી એ બેઠકમાં મંગળવારથી શુક્રવાર સુધી રાજપીપલાનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે. કોરોનાની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપલાનું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાતા આમ જનતા પણ એમાં જોડાતા લોકોએ સ્વંયમભુ બંધ પાડ્યો હતો.

Advertisement

હવે 24 એપ્રિલના રોજ ફરી બેઠક યોજવામાં આવશે જેમાં આવનારા દિવસો માટે નિર્ણય લેવામાં આવશે. નર્મદામાં કોરોનાના વકરતા જતા કેસને કારણે રાજપીપળાની જેમ હવે ડેડીયાપાડા પણ ચાર દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાતા ગઈ કાલથી ડેડીયાપાડાના બજારો બંધ રહ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે કન્યાશાળાની ધોરણ 7 અને 8 ની બાળાઓએ શિક્ષક દિન ઉજવ્યો….

ProudOfGujarat

જંબુસર રેફરલ હોસ્પિટલમાં સ્લેબ ધરાશાયી થતા દર્દીઓ મુંજવણમાં, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat

વડોદરા : આનંદપુરા વિસ્તારનાં જય રણછોડ એપાર્ટમેન્ટમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!