Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ-૨૩ પોઝિટિવ કેસ નોંધાયા.

Share

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ-૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૩૩૦, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧૯૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૨૫૮૯ નોંધાવા પામી છે.

જપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૮ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૫૧૨ દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દર્દીઓ સહિત કુલ-૨૪૨૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૪૨ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૬૦ દર્દીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૪૧ અને વડોદરા ખાતે ૧૫ દર્દીઓ સહિત કુલ-૧૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં ૭૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૨૯ સહિત કુલ-૧૫૩૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

Advertisement

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૬,૮૮૪ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૨૯ દર્દીઓ, તાવના-૨૭ દર્દીઓ, ઝાડાના ૨૬ દર્દીઓ સહિત કુલ-૮૨ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૭૩૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૬૩૫૬ લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત : બંધ દુકાનમાં જુગાર રમતા જુગારિયોને ઝડપી પાડતી ઉધના પોલીસ.

ProudOfGujarat

વડોદરા : ડભોઈમાં ટેમ્પો ચાલકે બાઇકસવારને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

ProudOfGujarat

નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ હાલ વાહનોની અવર-જવર માટે ખુલ્લા કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!