Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં ભદામ ગામમાં કરજણ નદી પાર કરવા જતાં યુવાન ડૂબી ગયો.

Share

ભદામ ગામના કરજણ નદીના કિનારા નદી પાર કરવા જતાં યુવાન ડૂબી જતા 6 દિવસ પછી નદીમાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાંદોદ તાલુકાના ભદામ ગામના કરજણ નદીના કિનારે કનુભાઈ ભંગાભાઈ વસાવા (રહે, સજવા મૂળ રહે ધમાણચા)ની મરણની નોંધ કરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ મરનાર કનુભાઈ ભંગાભાઈ વસાવા (રહે, સજવા મૂળ રહે, ધમણાચા ) તા.11/4/21 ના રોજ સાંજના છ એક વાગ્યાના અરસામાં કરજણ નદી પાર કરતો હતો તે વખતે નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો અને પાણીમાં ડુબી જતાં તેની લાશ તા. 14/4/21 ના કલાક 10:30 વાગે કરજણ નદીના કિનારે ભદામ ગામના ઓવારા પાસેથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ જેની ખબર જશીબેન દિલીપભાઈ મણિલાલ વસાવા(રહે, સજવા ફળિયાય) એ પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

વલસાડ જિલ્લામાં લેપ્‍ટો./ ડેન્‍ગ્‍યુની જાણકારી માટે જનજાગૃતિરથ રવાના કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર તાલૂકાના ખરોડ ખીદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં બાવાગોર દરગાહનો ચશ્મો વધાવવાનો મેળો બંધ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!