મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય આરોપી
કુલ-૧૩ મો.સા.સાથે ઝડપાયો છે. મોટરસાઇકલ ચોરીના મુદ્દામાલ રીકવર કરી કુલ-૧૪ ગુના એલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કર્યા છે.
એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બીના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર એલસીબી સ્ટાફ સાથે રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, નર્મદા જીલ્લામાં વાહન ચોરી કરી ગેંગના સભ્યો રાજપીપળા તરફ
આવનાર છે. જે આધારે જુના રામપરાથી વાવડી જતા રસ્તા પરથી એક નંબર પ્લેટ વિનાની કાળા કલરની બજાજ કંપનીની પલ્સર 220 F મોટર સાયકલ આવતા મો. સા. ચાલકને પકડી મોટર સાયકલના સાધનીક કાગળો તથા અન્ય વિશેષ પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી મળતા આ મોટર સાયકલના એજીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન તેમજ વહન પોર્ટલઉપર ચેક કરતા રાજપીપળા પોલીસ ચોરીનો ગુનો રજીસ્ટર થેયલ હતો. આ મોટર સાયકલ ગુનાના કામે કબજે લઇ આરોપી સચીન ઉર્ફે નિહાલસિંગ જુગડીયા ભીલાલા રહે. સુમન્યાવાદ, તા.કકીવાડા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ)ની વિશેષ પુછપરછ કરતા તેણે અન્ય આરોપીઓ સાથે મળીને ગુજરાતના અલગ અલગ જીલ્લામાંથી મોટર સાયકલ ચોરીના ગુનાને અંજામ આપેલ જેથી આરોપીને સાથે રાખી આરોપીના વતન ખાતેના રહેણાંક પરથી તથા સહ આરોપીઓના રહેણાંક પરથી તપાસ કરતા કુલ-૧૩ મો.સા. રીકવર કરવામાં આવેલ છે.
આ આંતર રાજ્ય ગેંગમાં સામેલ આરોપી (વોન્ટેડ આરોપી)
(૧) ભંગડીયા ભવાનસિંગ ભીલાલા (૨) ચમારિયા મુવાલીયા ભીલાલા (3) નેકરીયા વેરસિંગ ભીલાલ (૪) રીતેશ નશરીયા ભીલાલા (૫) દિનેશ રેવલા ભીલાલા (૬) તેરસિંગ ભવાનસિંગ ભીલાલા તમામ રહે, સુમન્યાવાટ તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)સામે કાર્ય વહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના શોધાયેલ ગુનામાં રાજપીપળા પોલીસ મથકના 4,ગુના, તિલકવાડાના 2,કેવડીયાના 2,ગરૂડેશ્વરના 1, સુરત સીટી 2, વડોદરા જીલ્લાના 2, ભરુચ જીલ્લાનાપોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા