રિયાસતી રાજવી નગરી રાજપીપળાનો વડીયા પેલેસ,કલા અને સ્થાપત્યનો અદભૂત નમૂનો ગણાય છે. આજે હેરિટેજ દિવસે વડીયા પેલેસ ની આન બાન અને શાન સાથે રાજપીપળા વાસીઓ તેનું ગૌરવ અનુભવી રહ્યા છે. ગોહિલ વંશના રાજા વિજયસિંહ મહારાજે રાજપીપળા નજીક વડીયા પાસે તે વખતના 40 લાખના ખર્ચે 151 એકર જમીનમાં વડીયા પેલેસ બનાવ્યો હતો.
આ પેલેસને સફેદ ઇટાલિયન માર્બલથી બનાવવામાં આવ્યો હતો છે.જેની ચમક આજે પણ એવી જ છે. જાણે આજે જ નવો પેલેસ બનાવ્યો હોય તેવો લાગે છે આ પેલેસમાં 1 હજાર જેટલા બારી-બારણા છે.
ગોહિલ વંશના રાજવી પરિવાર પૌત્ર વિક્રમજીત સિંહ ના જણાવ્યા અનુસાર મહારાજા વિક્રમસિંહ 1943 થી 1942 માં બે નમૂના વડીયા પેલેસ બનાવ્યો હતો. રાજપીપળાના સ્વ.વિજયસિંહ ગોહિલ ઇંગ્લેન્ડમાં ડર્બી રેસ જીત્યા હતા તેના નામની મળેલી રકમમાંથી પોતાના ભાઈ ઇન્દ્રસિંહ માટે ઇન્દ્રજીતપદમણી પેલેસ બનાવડાવ્યો હતો. જે વડિયા ગામમાં બન્યો હોવાથી તે વડીયા પેલેસ તરીકે જાણીતો થયો બાકી તેનો અસલી નામ ઇન્દ્રજીત પદમણી પેલેસ છે. આજે તેની કિંમત કરોડો નહીં પણ અબજોમાં થવા જાય છે. તેવી બેનમૂન કલા અને સ્થાપત્યનો અદભૂત નમૂના વડીયા પેલેસમાં ફર્નિચર કિંમત બર્માસાગમાંથી બનાવેલું છે.આજે પણ ચકચકિત જણાય છે. તેના વિવિધ રંગના માર્બલ સાથેનું ફ્લોરિંગ તેમજ આકર્ષિત ભીંત ચિત્રો જે મહારાજ એ જર્મન યુદ્ધ કેદીને અંગ્રેજ સરકારની પરવાનગી મેળવીને રાજપીપળા બોલાવી પેઈન્ટ કરાવ્યા હતા, તેમાં કૃષ્ણ ભક્તિના ચિત્રો ઉપરાંત ડાન્સ રૂમ, બાથરૂમ ના ચિત્રો હાલ સરકારી કચેરીની ધૂળ ખાતે દીવાલોમાં ધરબાઈ ગયા છે.તેની ગેલેરીના કાંગરા ખરી ગયા છે. અગાસીના તૂટેલા માર્બલની જગ્યાએ સિમેન્ટના લપેટ ગાબડા પુરી દેવાયા છે. પેસમાં એલીવેટરની વ્યવસ્થા હતી તેથી તેમાંથી સુગંધ પ્રસરતી હતી.
આ પેલેસમાં કુલ 11 શયનકક્ષ આવેલા છે. દરેક કક્ષમાં સ્નાન કક્ષ હતા,અને આંખો મહેલ એરકન્ડિશનર હતો.સમગ્ર મહેલમાં બર્માના સાગના બનેલા 1000 બારી બારણા લગાડેલા છે. એ ઉપરાંત બોલ રૂમમાં બર્માના સાગથી લોરિંગ કરવામાં આવ્યું છે. દીવાલો પર ઈટલીની પ્રખ્યાત ચિત્રોકારોના બેનમૂન પેન્ટિંગ કરેલા છે. પણ આજે આ વડિયા પેલેસ સરકારી કચેરીઓમાં તબદીલ થઇ જતા મહામૂલો પેન્ટિંગ ફાઇલોની ધૂળની ચાદરમાં લપેટી ગયા છે. આજના હેરિટેજ દિવસે આ વડિયા પેલેસને પુરાતત્વ વિભાગ જાળવણી કરે તેવી માંગ ઉઠી છે.જોકે હાલ સરકાર દ્વારા 18 કરોડના ખર્ચે થઈ રહ્યું છે રીનોવેશન.
રાજવી મહારાજ છત્રસિંહ ગંભીરસિંહ ગોહિલે પોતાના શાસનકાળમાં 1899 માં દિવાના ખાનબહાદુર ઘનજીશાએદલજી અને કાર્યપાલક ઇજનેર ભગવાનદાસ દલાલના નેજા હેઠળ પેલેસનું બાંધકામ કરાયું હતું. જોકે છત્ર વિલાસ પેલેસની ડિઝાઇન લંડનના બંકીમહામે પેલેસ ની પ્રતિકૃતિ સમાન બનાવી હતી.આ મહેલમાં મુંબઈના પ્રખ્યાત ચિત્રકાર સાબુકીએ મહેલના ચિત્રો, રાજા મહારાજાના શિકાર કરતા ચિત્રો દોરેલા હતા આ ચિત્રો હવે ભૂતકાળ બની ગયો છે.મહેલમાં બેનમુન ભીતચિત્રો હતાં, બેલ્જીયમ ગ્લાસ પર કલાત્મક કોતરણી કરેલી હતી. પરંતુ સરકારી અમલદારોને મહેલની દીવાલો પર હથોડા મારી તોડી પાડતા આ પેલેસની ભવ્યતા હવે ભવ્ય ભૂતકાળ બની ગઈ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપળા