Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદામાં સરકાર દ્વારા ડેજીગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલોનાં દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેમડીસીવીર ઈન્જેકશનની કરાયેલી જરૂરી વ્યવસ્થા.

Share

નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રેમડીસીવીર ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાનો ઈષ્ટતમ ઉપયોગ થઈ શકે અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતાં દર્દીઓને પણ તે વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

તદઉપરાંત, કોરોના વાયરસની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા ડેજીગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલોના દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી રેમડીસીવીર ઇન્જેકશન 100 mg કોઈ પણ વધારાના ચાર્જ વગર ખરીદ કિમતે જનરલ હોસ્પિટલ રાજપીપલા તરફથી આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલો દ્વારા રેમડીસીવીર ઇન્જેકશન 100 mg મેળવવા માટે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે જેમાં, દાખલ દર્દીના કેસની વિગત (ડોકટરના પ્રીસ્ક્રીપ્શન તેમજ કેસની હિસ્ટ્રીશીટ), દર્દીના આધારકાર્ડની નક્લ, RTPCR ટેસ્ટની નકલ ( ૭ દિવસથી ઓછા સમયનો હોવો જોઈશે.), નાણા ભરપાઈ કર્યાની પહોચ / ચલણના પુરાવા રજુ કરવાના રહેશે. દર્દીના કોઈ પણ સંબંધીએ ઈન્જેકશન લેવા આવવાનુ રહેશે નહિ. હોસ્પિટલના અધિકૃત કર્મચારીએ તમામ આધાર પુરાવા સાથે ઈન્જેકશન લેવા આવવાનુ રહેશે.

તેવી જ રીતે, રેમડીસીવીર ઇન્જેકશન 100 mg નો જથ્થો મેળવવા માટે રાજપીપલાની કોવિડ -૧૯ હોસ્પિટલ, જકાતનાકા પાસે, નાયબ વન સંરક્ષકની કચેરીની બાજુમાં જેનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી બપોરના ૧.૩૦ કલાક સુધી તેમજ બપોરના ૨:૩૦ કલાકથી સાંજના ૦૫:૩૦ કલાક સુધીમાં મેળવી લેવાનું રહેશે.

Advertisement

ઉપરોક્ત વપરાયેલ ઈન્જેકશનના ખાલી વાયલ બીજા દિવસે અચુક પરત જમા કરવાના રહેશે. ત્યારબાદ જ ઈન્જેકશનના નવા વાયલ મળી શક્શે, તેમ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજપીપલા- જિ. નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

પાલેજની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પરિવાર પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!