– ભારત વિકાસ યાત્રાના પરિવાર, આશ્રમશાળાના પરિવારે સમાધી સ્થળે પુષ્પાંજલિ અર્પી.
– ભારતના એક માત્ર વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની બે સમાધી છે, એક દીલ્હીરાજઘાટ અને બીજી નર્મદાના ચીકદા ખાતે આવેલી છે.
નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારના ભારતયાત્રા કેન્દ્ર ડેડીયાપાડા અને ચીકદા નાલંદા આશ્રમ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની
જન્મજયંતિ ગૌરવભેર ઉજવાઇ હતી, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 1000 માસ્કનું વિતરણ કરાયું હતું.
ચીકદા આશ્રમશાળાના સંચાલક કે મોહન આર્યના જણાવ્યા અનુસાર ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદુશેખરને આદિવાસીઓ અને નર્મદાનાં ચીકદા ગામ સાથે લગાવ હતો તેથી તેમણે ચીકદા ગામે આદિવાસી બાળકોના કલ્યાણ માટે ભારતયાત્રા કેન્દ્ર સંચાલીત શ્રી નાલંદા આશ્રમશાળા સ્થાપી હતી, જાન્યુઆરી,૧૯૮૩થી સ્વ.ચંદ્રશેખરે કન્યાકુમારીથી પોતાની પદયાત્રા શરુ કરી હતી અને ૨૬ જૂન, ૧૯૮૩ ના રોજ યાત્રા પૂરી કરી હતી, આ યાત્રા દરમ્યાન તેમણે કહયુ હતુ કે ચીકદા ગામે પણ મારી સમાધીને થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી, તેથી તેમના નિધન પછી તેમની ઇચ્છાને માન આપીને નર્મદાના ચીકદા ખાતે પણ સ્વ.ચંદ્રશેખરની સમાધી બનાવી હતી. સંચાલક કે મોહન આર્યએ જણાવ્યું હતું કે સ્વ.ચંદ્રશેખરની ૯૦ મી જન્મ જયંતિ પ્રસંગે ખજાનચી સરસ્વતીબેન આર્ય, ઉપાધ્યક્ષ સાગર આર્ય તથા અનેક મહાનુભવોએ પુષ્પાંજલિ અર્પી હતી જયારે ચીકદા આશ્રમશાળા ખાતે પણ સંચાલક કે મોહન આર્ય. તથા આશ્રમશાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલીઅર્પી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે ભારતના એક માત્ર વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની બે સમાધી છે એક દીલ્હી રાજઘાટ અને બીજી નર્મદાના ચીકદા ખાતે આવેલી છે. સ્વ.ચંદ્રશેખરે ચકદામાં તેમની ભારતયાત્રા દરમ્યાન આશ્રમશાળા સ્થાપી હતી જેમા આજે ધોરણ ૧ થી ૮ ના ૧૬૦ જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. સ્વ.ચંદ્રશેખરની ઇચ્છા હતી કે મારી એક સમાધી અહી પણ બને. સ્વ.ચંદ્રશેખરે સ્થાપેલી સંસ્થા અને આદિવાસી બાળકો પ્રત્યે લગાવ હતો. વધુમાં તેમણ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સ્વ.ચંદ્રશેખરે ૧૯૮૩માં ભારતયાત્રા દરમ્યાન ચીકદા ગામે તમણે રાતવાસો કરી આદિવાસીઓને ત્યાં ગયા હતા અને તેમના પ્રશ્નોમાં અંગત રસ પણ લીધો હતો. તેમણે સ્થાપેલી આશ્રમ શાળામા આજે ફૂલીફાલીને વટવૃક્ષ બની છે, આજે આ આશ્રમ શાળા જેમા આજે ધોરણ ૧ થી ૮ ના ૧૬૦ જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને સ્વ.ચંદ્રશેખરના આશિર્વાદથી પોતાની કારકિર્દી બનાવી રહયા છે. સ્વ.ચંદ્રશેખરના શબ્દો યાદ કરતા અને તેમના સંસ્મરણો વાગોળતા કે મોહન આર્યએ જણાવ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખર કહેતા કે દેશનો સાચો વિકાસ કરવો હોય તો દેશના પછાતવર્ગ, ગરીબો, આદિવાસીઓ અને ગામડાનો વિકાસ કરવો પડશે તોજ દેશનો સાચો વિકાસ થશે, વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોચવા જોઇએ તેમ તેમણે જણાવ્યુ હતુ, અહી દર વર્ષે જન્મજયંતિ અને પૂણ્યતિથિ ઉજવાય છે.
જ્યોતિ જગતાપ.રાજપીપળા