Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની મુખ્ય જિલ્લા જેલનો સ્ટાફ કોરોનાનાં સકંજામાં…

Share

નર્મદામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજપીપળા ખાતે મુખ્ય જેલના કર્મચારીઓ કેદીઓ સહીત ખુદ જેલર પણ કોરોના સંક્રમિત થતા જેલમાં ક્ર્મશ: કુલ 29 જણા કોરોનામાં સપડાતા જેલ સત્તાવાળામાં ફફડાટ ફેલાયો હતો.

જીતનગર ખાતે આવેલી રાજપીપળા જિલ્લા જેલમાં સૌથી પહેલા 6 થી 7 જેટલા કેદીઓએ તાવની ફરિયાદ કરતાં ડોક્ટરને જાણ કરતા ટેસ્ટ કરાવતા તમામનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતા. તેમને ત્યાં જેલમાં રાખવા યોગ્ય ન જણાતા આખરે આ તમામને રાજપીપળા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જેલ અધિક્ષક એલ.એમ બારમેડા તથા કોન્સ્ટેબલને પણ તાવ આવતા તેમનો પણ ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તમામને રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યારબાદ જેલ અધિક્ષક 7 દિવસ કોવિડ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલ હોમ કોરન્ટાઇન થયા હોવાનું જેલ અધિક્ષક બારમેડાએ જણાવ્યું હતું. ત્યારબાદ બીજા કર્મચારીઓની પણ તાવની ફરિયાદ આવતા તેમના પણ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવતા જેલના કુલ 29 જણા કોરોના સંક્રમિત થયા હતા જોકે તમામને સારવાર અપાયાં પછી ઘણી સારી રિકવરી જણાઈ છે.

જેલમાં સેનેટાઈઝ નિયમિત કરવામાં આવે છે તેમજ આર્સેનિકની ગોળીઓ લીંબુ શરબત નિયમિત અપાય છે. મુલાકાતીઓને પણ રેપિડ ટેસ્ટ કરાવ્યા સિવાય મુલાકત આપતા ન હોવાનું જેલ અધિક્ષકે જણાવ્યું હતું. જોકે પહેલીવાર જેલમાં આટલી મોટી સંખ્યામા કર્મચારીઓ કેદીઓ કોરોના સંક્રમિત થયા હતા.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા : તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીની સગાઈ ચાંદલા વિધિ યોજાઇ.

ProudOfGujarat

બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને આંબી ગયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ ટર્નઓવર છે

ProudOfGujarat

ઝઘડિયા જીઆઈડીસી માં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, તાપી જિલ્લામાંથી ક્રાઇમ બ્રાંચે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!